કોરોનાકાળમાં એક પણ તબીબનું રાજીનામું સ્વિકારાશે નહિ: ના.મુખ્યમંત્રી

કોરોના કાળમાં એક પણ ડોક્ટરનું રાજીનામું નહિ સ્વીકારવાની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે. નીતિને પટેલે કહૃાું કે કેટલાક તબબીઓ રાજીનામાં આપ્યા છે. પરંતુ અમે એક પણ તબીબનું રાજીનામું સ્વીકાર્યું નથી. કોરોનામાં ડૉક્ટરોની જરૂર છે. એટલે એક પણ ડૉક્ટરના રાજીનામાનો સ્વીકાર નહીં કરવામાં આવે.

રાત્રિ કરયૂની જાહેરાત કરતા દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરકારી હોસ્પિટલોમાં કામ કરતા તબીબોને લઈને પણ સ્પષ્ટતા કરી છે. તેમણે કહૃાું કે, કેટલાક ડોક્ટરોએ રાજીનામા મૂક્યા છે. મારા તરફથી અને આરોગ્ય વિભાગ દ્વારા આ રાજીનામા સ્વીકારાયા નથી. અમે બધા તબીબોને કહૃાું છે કે, જ્યા સુધી કોરોના સંક્રમણ પૂરુ ન થાય ત્યાં સુધી તેઓને નાગરિકોને હાલ સેવાની જરૂર છે. કોઈપણ ડોક્ટર કોઈ પણ કક્ષાના હશે તેમનુ રાજીનામુ રાજ્ય સરકાર મંજૂર નહિ કરે. ખાસ બીમારી ધરાવતા ગણ્યાગાંઠ્યા ડોક્ટરોના રાજીનામા અમે મંજૂર કર્યાં છે. કેટલાક ગંભીર બીમારી જેવા કેટલાક ખાસ કિસ્સામાં જ તબીબોના રાજીનામાનો સ્વીકાર થશે. બાકી કોરોના કાળમાં કોઈ પણ ડોક્ટરનું અમે રાજીનામું નહીં સ્વીકારીએ. પરંતુ મોટાભાગના સ્વસ્થ છે, તંદુરસ્ત છે અને પ્રાઈવેટ પ્રેક્ટિસ કરવા માંગે છે તેમાંનું કોઈનુ રાજીનામુ અમે મંજૂર કર્યાં નથી, અને હાલ મંજૂર નહિ થાય.