- 151 કુંડી પિતૃમોક્ષ યજ્ઞના મુખ્ય યજમાન પદે અગ્રણી ઉદ્યોગપતિ કિશોરભાઈ કિકાણી, બાબુભાઈ ભંડેરી તથા જમણવારના દાતા તરીકે હસુભાઈ સતાણીએ સહયોગ આપ્યો
અમરેલી,
અમરેલી મુકામે આવેલ કૈલાસમુક્તિધામ-સ્મશાન ખાતે કોરોના મહામારીમાં કુલ 700 (સાતસો) કરતા વધારે મૃતકોને અગ્નિસંસ્કાર આપવામાં આવેલ તે મૃતકોના મોક્ષાર્થે કૈલાસમુક્તિધામ-સમિતિ અમરેલી દ્રારા નિ:શુલ્ક 1પ1 કુંડી પિતૃમોક્ષ યજ્ઞોનું આયોજન તાપડીયા આશ્રમ બાબરાના મહંત ઘનશ્યામદાસબાપુ તથા ખોડલધામ આશ્રમ-નેસડીના મહંત પ.પૂ.લવજીબાપુના સાનિધ્યમાં તથા મુખ્ય યજમાન ઉદ્યોગપતિ કિશોરભાઈ કીકાણી તથા બાબુભાઈ ભંડેરીના યજમાન પદે યોજાયો હતો જેમા સાંસદ નારણભાઈ કાછડીયા, નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી, ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, યાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રા, કેળવણીકાર, તથા વતનનારતન વસંતભાઈ ગજેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયાં હતા.
પિતૃમોક્ષયજ્ઞમાં શ્રી કિશોરભાઈ કીકાણી, બાબુભાઈ ભંડેરી, હસુભાઈ સતાણી, વસંતભાઈ ગજેરા તથા ફરાળ, સાડી, ગરવા, કપડા, ટીશર્ટ, સિલાઈ મશીન, યજ્ઞસામગ્રી, ગોરમહારાજ દક્ષીણા, મંડપ, લાઈટ, સાઉન્ડ, બ્લડડોનેશન કેમ્પ,ડાયાબિટીશ ચેકપ કેમ્પ લાયન્સ કલબ અમરેલી મેઇન દ્રારા વિડીયો શુટીંગ, પ્રિન્ટ-ઈલેકટ્રોનિક મિડિયા, મોમેન્ટો,ભેટ-સોગાદો વિ.ના તમામ દાતાશ્રીઓ તમામ સામાજિક સ્વૈચ્છક સંસ્થાઓના પ્રતિનિધિઓ,સ્થાનિક સ્વરાજયની સંસ્થાના પદાધીકારી, તબીબો,કોરોનાકાળમાં લાકડાની સેવા પુરી પાડનાર જિલ્લાભરના સ્મશાનગૃહોના સંચાલકો વિ.ઉપસ્થિત રહયાં હતા.પિતૃમોક્ષયજ્ઞમાં દાતાઓ ારા સહયોગ આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવનાર તમામ દાતાઓને મહિલાગૃહ ઉદ્યોગના વિઠલભાઈ બાંભરોલીયાના સહયોગથી મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા. આ તકે વધારે સુવિધા પુરી પાડવાના આશયે કૈલાસમુક્તિધામ-સ્મશાનમાં વધારાના બીજા એક મોક્ષરથ બનાવવા માટે સાંસદ નારણભાઈ કાછડીયાએ રૂા.11,00,000 (અગિયાર લાખ) અનુદાન આપ્યું હતુ જયારે કેળવણીકાર,દાતા વસંતભાઈ ગજેરાએ 1,51,000 /- નું દાન આપ્યું હતું પિતૃમોક્ષ યજ્ઞને સફળ બનાવવા બદલ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી,ધારાસભ્ય જે.વી. કાકડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, કેળવણીકાર વસંતભાઈ ગજેરા, સાંસદ નારણભાઈ કાછડીયા, યાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા,પ.પુ. ઘન શ્યામ દાસ બાપુ તથા લવજીબાપુએ શુભેચ્છા તથા આર્શિવાદ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કૈલાસમુક્તિધામ સમિતિના મોભી મગનભાઈ કાબરીયા તથા તેમની ટીમ, ખોડલધામ મહિલા સમિતિ, ઉમિયાધામ મહિલા સમિતિ, કડવા પટેલ મહિલા મંડળ, કૈલાસ મુક્તિધામ યુવાસમિતિ,શિક્ષક ટીમ, ભોજલપરા,કેરીયા રોડ,ભક્તિનગર કર્મયોગી મહિલા મંડળ વિ.એ. ભારે જહેમત ઉઠાવી હતી, સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન હરેશભાઈ બાવીશીએ ર્ક્યુ હતુ.