કોરોનાથી છુટકારો મેળવવા માટે દૃુનિયાના તમામ દૃેશો તમામ પ્રકારના અખતરા કરી રહૃાા છે. અલગ અલગ દૃવાઓ અને રસીઓ બનાવવાના કે તેની ટ્રાયલ પણ ચાલી રહી છે.
જેમાંથી સુપર પાવર અમેરિકા પણ બાકાત નથી. તેમાં પણ હવે અમેરિકામાં કદૃાચ પહેલી વખત કોરોના વાયરસ સામે લડવા માટે અમેરિકાના સંશોધકો આયુર્વેદિક દવાઓનુ પરિક્ષણ કરવા તૈયાર થયા છે.
અમેરિકામાં ભારતના રાજદૃૂત તરનજીતિંસહ સંધુએ કહૃાુ હતુકે, ભારત અને અમેરિકાના સંશોધકો સંયુક્ત રીતે આયુર્વેદિૃક દવાઓના ક્લિનિકલ ટ્રાયલ માટેની યોજના બનાવી રહૃાા છે.કોરોના સામેની લડાઈમાં બંને દૃેશના વૈજ્ઞાનિકો સાથે મળીને કામ કરી રહૃાા છે.
તેમણે કહૃાુ હતુ કે, ભારતની કંપનીઓ સસ્તી દૃવાઓ અને રસી બનાવવામાં આગળ છે અને વિશ્ર્વાસ છે કે કોરોના સામેની લડાઈમાં તેમની ભૂમિકા મહત્વની બની રહેશે.હાલમાં અમેરિકાના સંશોધકો સાથે ભારતની દૃવા કંપનીઓ ત્રણ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જેનાથી ભારત અને અમેરિકા જ નહી પણ દૃુનિયાના કરોડો લોકોને ફાયદૃો થશે.