કોરોનાથી પીડિત લોકોની સારવાર અર્થે અમરેલીના તમામ સરપંચોને મુખ્યમંત્રી રાહત કોષમાં ફંડ ફાળવવા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાની અપીલ

વર્તમાનમાં કોરોના વાઇરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવેલ છે ત્યારે આપણો દેશ અને આપણું રાજ્ય પણ તેમાંથી બાકાત રહેલ નથી અને WHO પણ કોરોનાને મહામારી ઘોષિત કરેલ છે. જેના અનુસંધાને આપણાં માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નિરંતર લોકો માટે મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે આપણા સૌની પણ ફરજ છે કે આપણે સૌ એકજુટ થઇ આ મહામારી સામે લડાઈ લડીયે અને આ મહામારીને હરાવીએ તેમ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવેલ હતું.

આ માટે અમરેલી સંસદીય વિસ્તારના તમામ સરપંચોને સાંસદશ્રીએ મુખ્યમંત્રી રાહત કોષમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે ફંડ આપવા અપીલ કરેલ છે.