- અમરેલી જિલ્લામાં 17 મો ભોગ લેતો કાળમુખો કોરોના
- સારવાર દરમિયાન સરંભડા ગામનાં 65 વર્ષના વૃદ્ધ અને અમરેલીનાં 68 વર્ષના મહિલાનુ પણ મૃત્યુ
અમરેલી, કોરોના કારણે અમરેલીની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સરંભડા ના 65 વર્ષના વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું સત્તાવાર મૃત્યુઆંક અમરેલી જિલ્લામાં 17 થયો છે. દરમિયાન અમરેલીના 68 વર્ષના એક મહિલાનું પણ સાંજે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું તેમનું મૃત્યુ કોરોનાથી છે કે ક્યા કારણથી થયું છે તે કમિટીમાં નક્કી થશે.