કોરોનાનાં કેસ અમરેલી જિલ્લામાં દોઢ હજારને પાર : રાજુલાનાં દર્દીનું મૃત્યું

  • આરોગ્ય તંત્રએ અગાઉ મૃત્યુ પામેલા ધરાઇ અને બહારપરાના દર્દીઓના મૃત્યું કોવિડથી થયા હોવાનું જાહેર કર્યુ
  • 29માંથી 10 કેસ અમરેલી શહેરનાં : કુંડલા પણ અમરેલી સાથે હરીફાઇમાં ઉતર્યુ, 13 પોઝિટિવ કેસ : જિલ્લામાં સતાવાર મૃત્યું 30

અમરેલી,
કોરોનાના મોત માટેની ઓડીટ કમિટિએ અગાઉ થયેલા મૃત્યુઓ પૈકી ધરાઇના 73 વર્ષના અને અમરેલી બહારપરાના 61 વર્ષના વૃધ્ધના મૃત્યું કોવિડથી થયા હોવાનું જાહેર કરતા અમરેલી જિલ્લામાં સતાવાર મૃત્યુ આંક 30 થયો છે અને આજે વધુ એક રાજુલાના 85 વર્ષના દર્દીનું અમરેલીમાં સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ.કોરોનાનાં વધુ 29 કેસ જિલ્લામાં આજે નોંધાતા કોરોનાનાં પોઝિટિવ કેસની સંખ્યા 1507 થઇ હતી અને તેમાંથી 242 સારવારમાં અને 1235 ને રજા આપવામાં આવી છે આજે નોંધાયેેલા 29 કેસમાં અમરેલી શહેરમાં ચિતલ રોડ, શુભલક્ષ્મી નગર, અમૃતપાર્ક, કુંડલા રોડ બાયપાસ, ટાવર રોડ, માણેકપરા, દાનેવ ચોક, જેશીંગપરા મળી 10 કેસ નોંધાયા છે. જ્યારે સાવરકુંડલાએ હાઇ જંપ માર્યો છે ત્યાં શિવાજી નગર, મહુવા રોડ, હાથસણી રોડ, બસ સ્ટેન્ડ પાસે 4, ભોગા શેરી, ગજાનંદપાર્ક ના મળી કુલ 13 કેસ નોંધાયા છે આ ઉપરાંત બગસરા, રાજુલા, સરસીયા, બગસરાના નીલકંઠ નગર, ચિતલ, રાજુલાના માંડણમાં પોઝિટિવ કેસ આવ્યા છે.