કોરોનાના અંદાજે કેસ ત્રણ લાખ: એક દિવસમાં સૌથી વધુ ૩૯૬ના મોત

ન્યુ દિૃલ્હી,
દૃેશમાં હાલમાં મોટા ભાગે લોકડાઉન ખોલીને અમલમાં મૂકાયેલા અનલોક-૧ના સમયગાળામાં રોજેરોજ કેસોની સંખ્યા ૯ હજાર અને હવે ૧૦ હજારની આસપાસ આવી રહી છે. કોરોના વાયરસના આ આંકડા હવે લોકોને ખરા અર્થમાં ડરાવી રહૃાા છે. તો સત્તાવાળાઓ માટે એક િંચતાનું કારણ બની રહૃાું છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓથી વધુ એક વખત લોકોને ફાળ પડી છે. આજે શુક્રવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દૃરમ્યાન દૃેશમાં સૌપ્રથમ વખત ૩૯૬ લોકોના કોરોના વાયરસથી મોત થયાનું બહાર આવ્યું છે. આ સાથે જ ૨૪ કલાકમાં વધુ ૧૦,૯૫૬ લોકો રોગના સંક્રમિત થયા છે જે એક રીતે જોતાં કેસમાં રેકોર્ડ ઉછાળો દૃર્શાવે છે. દૃેશમાં કોરોના વાયરસના કુલ કેસો ૩ લાખની નજીક પહોંચી ગયા હોય તેમ ૨.૯૭ લાખને પાર થઈ ગયા છે. રોજના આંકડા જોતાં આવતીકાલ શનિવારે કેસો ૩ લાખની ઉપર પહોંચી જાય તેમ છે. વિશ્ર્વના કોરોના સંક્રમિત દૃેશોના આંકડા મુજબ ભારત સંક્રમિત દૃેશોની યાદૃીમાં બ્રિટનથી આગળ નિકળીને ચોથા ક્રમે પહોંચી ગયું છે.
કોરોનાના વધતા કેસો વચ્ચે સૌથી રાહત સમાન એ બાબત પણ છે કે પોઝિટિવ દૃર્દૃીઓ સામે સાજા થયેલા દૃર્દૃીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહૃાો છે. દૃેશમાં અત્યાર સુધીમાં ૧,૪૭,૧૯૫ લોકો સ્વસ્થ થયા છે. દૃેશમાં હાલમાં ૧,૪૧,૮૪૨ સક્રિય કેસ છે જેમની સારવાર ચાલી રહી છે.
આરોગ્ય મંત્રાલયે શુક્રવારે કોરોના અંગેના આંકડા જાહેર કર્યા હતા. જેમાં જણાવ્યાં પ્રમાણે, ગુરુવારે ૧૦,૯૫૬ કેસ સામે આવ્યા હતા. સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં ૩૯૬ લોકોના મોત થયા હતા. આ સાથે જ દૃેશમાં અત્યાર સુધી ૨ લાખ ૯૭ હજાર ૫૩૫ કેસ સામે આવી ચુક્યા છે. જેમાં ૧ લાખ ૪૧ હજાર ૮૪૨ એક્ટિવ કેસ છે અને ૧ લાખ ૪૭ હજાર ૧૯૫ સાજા થયા છે. સાથે જ અત્યાર સુધી ૮૪૯૮ લોકોના મોત થયા છે.
આ પહેલા દિૃલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહૃાું હતું કે, દિૃલ્હીમાં લોકડાઉન વધારવામાં નહીં આવે. જો કે એક દિૃવસ પહેલા રાજ્ય સરકારે કહૃાું હતું કે, દિૃલ્હીમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતે ખોટી ગણાવી હતી.
સૂત્રોએ કહૃાું કે, ભારત હવે કોરોના સંક્રમણના કેસના મામલે વિશ્ર્વનો ચોથો દૃેશ બની ગયો છે. અત્યારસુધી ભારત આ યાદૃીમાં ૬ નંબર પર હતું. છેલ્લા અમુક દિૃવસોથી કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો નોંધાયો છે. તેના કારણે એક દિૃવસમાં જ ભારત સ્પેન અને બ્રિટનને પાછળ રાખીને ચોથા સ્થાને પહોંચી ગયું છે. બુધવાર સુધી બ્રિટન અને સ્પેન પાંચમા સ્થાને હતા. હવે ભારતથી આગળ માત્ર ત્રણ દૃેશ છે- અમેરિકા, રશિયા અને બ્રાઝીલ. જો આ ગતિ સાથે જ ભારતમાં કોરોના કેસ વધશે તો ૨૫થી ૩૦ ઓગસ્ટ સુધીમાં ભારત વિશ્ર્વનો બીજા નંબરનો સૌથી વધુ સંક્રમણ ધરાવતો દૃેશ બની જશે.
આ સમયે બ્રાઝીલની પરિસ્થિતિ ભારત કરતા પણ વધારે ખરાબ હશે. બ્રાઝીલમાં જો હાલની પરિસ્થિતિ પ્રમાણે કેસ વધશે તો ૨૫ જુલાઇ સુધી તે અમેરિકાને પાછળ છોડીને કોરોના પ્રભાવિત દૃેશોની યાદૃીમાં પહેલા ક્રમે પહોંચી જશે.
તો બીજી તરફ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદૃી કોંગ્રેસ પાર્ટી-એનસીપી-ના નેતા અને ઉદ્ધવ ઠાકરે સરકારમાં કેબિનેટ મંત્રી ધનજંય મુંડે કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. મુંડે ઠાકરે સરકારમાં સંક્રમિત થનારા ત્રીજા મંત્રી છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ પહેલા મંત્રી જિતેન્દ્ર આવ્હાડ અને અશોક ચૌહાણ સંક્રમિત થયા હતા. જો કે હવે બન્ને સાજા થઈ ચુક્યા છે.
કોરોના પ્રભાવિત ટોપ-૬ દૃેશોમાં ભારતનો ગ્રોથ રેટ સૌથી વધારે છે. અહીં સંક્રમિતોની સંખ્યા ૪.૩૦ ટકાના રેટથી વધી રહી છે. બ્રાઝીલ બીજા નંબરે છે જ્યાં ૪.૨૬ ટકાનો ગ્રોથ રેટ છે. આ આંકડા વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને જાહેર કરેલા છે. સૌથી ઓછો ગ્રોથ રેટ સ્પેનનો છે. અહીં સંક્રમિતોની સંખ્યા ૦.૧૦ ટકાના દૃરે વધી રહી છે. ભારતનો ડબિંલગ રેટ ૧૭ દિૃવસનો છે. એટલે કે ભારતમાં સંક્રમિતોની સંખ્યા ૧૭ દિૃવસમાં બમણી થઇ રહી છે. આ ગતિ રહેશે તો ૧૦૨ દિૃવસમાં ૨૧ સપ્ટેમ્બર સુધી ભારતમાં સંક્રમિતોનો આંકડો એક કરોડને પાર કરી જશે. સૌથી ઓછો ડબિંલગ રેટ સ્પેનનો છે. અહીં એક કરોડનો આંકડો પહોંચતા ૪૦૮ દિૃવસ લાગશે.