કોરોનાના ઓથાર વચ્ચે અમરેલી પંથકમાં 300 મોંઘેરી જાન પધારશે

  • અમરેલીમાં 48 કલાકમાં 58,વડિયામાં 46 લગ્નોને મંજુરી,અગાઉ 200 લગ્નોની અરજીનેે પ્રાંતે મંજુરી આપી હતી
  • લગ્ન માટેની મંજુરીની સતા મામલતદારોને અપાતા લગ્નની કંકોત્રી સાથે અરજદારોની મામલતદાર કચેરીઓએ કતારો લાગી ગઇ : લગ્નની મંજુરી દિકરી પક્ષને આપવાનું શરૂ
  • હવે નવા મુર્હુતો એક વર્ષ પછી આવતા હોય લગ્નો માટે ઉતાવળ કરાઇ : મહત્વના સામાજીક કામ આટોપવા માટે લોકોએ જીવલેણ કોરોનાના ભયને પણ અવગણ્યો

અમરેલી,
લાંબા લોકડાઉનને કારણે અટકેલા લગ્ન પુરા કરવા માટે આજથી જિલ્લાભરમાં લગ્નોના ઢોલ ઢબુકવાના શરૂ થશે અને એમા ફર્ક હવે એ હશે કે, જુના જમાનાથી લઇ આજ સુધી વરરાજા હાથમાં તલવાર કે જમૈયો લઇને પરણતા હતા તે વરરાજાઓ હવે નવા કોરોનાના દોરમાં હાથમાં સેનેટાઇઝરની બોટલ સાથે પરણવા માટે દોટ મુકવાના છે
લગ્ન માટેની મંજુરીની સતા જે તે પ્રાંત અધિકારીઓને હતી હવે તે સતા જે તે મામલતદારોને અપાતા ગઇ કાલથી લગ્નની કંકોત્રી સાથે અરજદારોની મામલતદાર કચેરીઓએ કતારો લાગી ગઇછે અને દિકરી પક્ષને લગ્નની મંજુરી આપવાનું શરૂ થઇ ગયું છે કારણ કે જે લગ્નનું સ્થળ હોય ત્યાની મંજુરી લેવાની હોય છે હવે નવા મુર્હુતો એક વર્ષ પછી આવતા હોય લગ્નો માટે ઉતાવળ કરાઇ : મહત્વના સામાજીક કામ આટોપવા માટે લોકોએ જીવલેણ કોરોનાના ભયને પણ અવગણ્યો છે અને લગ્ન યોજવા માટે સરકારી મંજુરીની વિધીઓ શરૂ કરી છે.
અમરેલીમાં મામલતદાર કચેરીમાંથી છેલ્લા 48 કલાકમાં 58 લગ્નો મંજુરી આપવામાં આવી હોવાનું શ્રી ભરતભાઇ મકવાણાએ જણાવ્યું છે અને હજુ છએક લગ્નનો અરજીઓ પેન્ડીંગ છે.જયારે વડીયામાં 48 કલાકમાં 46 લગ્નોની મંજુરી અપાઇ હોવાનું શ્રી પ્રશાંતભાઇ ભીંડીએ જણાવ્યું હતુ.ગયા શનીવાર સુધીમાં અમરેલીની પ્રાંત કચેરીમાંથી 200 જેટલા લગ્નની મંજુરી અપાઇ હોવાનું શ્રી ભીમાણીએ જણાવ્યું હતુ.કોરોનાના ભય વચ્ચે પણ સામાજીક કામ લોકો આટોપી રહયા છે કાલથી ડીસેમ્બર મહીના સુધીમાં અમરેલી અને વડીયા તાલુકામાં જ ત્રણસો કરતા વધારે જાન આવવાની છે અને જિલ્લામાં એક અંદાજ પ્રમાણે એક હજારથી વધારે જાન આવશે અને જશે.