કોરોનાના કારણે ઈતિહાસમાં પહેલીવાર સ્મશાનોમાં પોલીસ બંદોબસ્ત

ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. જેને લઈને ગુજરાત હાઈકોર્ટે પણ સરકાર સામે લાલ આંખ કરી છે. તેવામાં કોરોનાની બીજી લહેરના સંક્રમણે એવા દિવસો દેખાડ્યા છે કે જે અગાઉ ક્યારેય પણ લોકોએ જોયા નથી. હોસ્પિટલો ઉભરાઈ રહી છે. સ્મશાનોમાં લાંબી લાઈનો લાગેલી છે. ઈન્જેક્શનો માટે લોકો રઝડી રહૃાા છે. તેવામાં વડોદરા પોલીસે હવે કોઈ ઘર્ષણ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે હોસ્પિટલ અને સ્મશાનોમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

હાલ કોરોના સંક્રમણને કારણે સમગ્ર રાજ્યની સ્થિતિ અતિ ગંભીર બનેલી છે. અને આ અવલોકન ખુદ ગુજરાત હાઈકોર્ટે કરેલું છે. વડોદરામાં પણ કોરોનાને કારણે સ્થિતિ ભયાવહ બનેલી છે. હોસ્પિટલોમાં દર્દી ઓની સંખ્યા હાઉસફૂલ થઈ ગઈ છે. તો સ્મશાનોમાં પણ હવે લાંબું વેઈટીંગ ચાલી રહૃાું છે. તેવામાં હવે પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ખડકી રહી છે.

વડોદરા શહેરમાં ચિંતાજનક રીતે વધી રહેલાં કોરોનાના વ્યાપ વચ્ચે પોલીસ સયાજી હોસ્પિટલ તેમજ અન્ય કોવિડ હોસ્પિટલ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. હોસ્પિટલોમાં ભારે ભીડને કારણે દર્દી ઓ અને તેમનાં સગાઓ દ્વારા હોસ્પિટલમાં ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ ઉપર કોઈ સંઘર્ષ કે ઘર્ષણ ન સર્જાઈ તે માટે આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્મશાનોમાં પણ મોટી સંખ્યામાં લોકો અંતિમવિધિ માટે એકઠાં થતાં હોય છે. કેમ કે હવે સ્મશાનોમાં પણ વેઈિંટગ ચાલી રહૃાું છે. તેવામાં પોલીસે સ્મશાનોમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. કદાચ વડોદરાના ઈતિહાસમાં આ પહેલીવાર છે કે જ્યારે પોલીસે સ્મશાનગૃહની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હોય.