કોરોનાના કાળમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં ૧૦૦ થી વધુ યુવાનો ક્રિકેટ રમવામાં વ્યસ્ત

  • પોલીસ આવતા નાસભાગ મચી,જાહેરનામા ભંગની કાર્યવાહી

અમદાવાદ,

રિવરફ્રન્ટ ખાતે થોડા દિવસ પહેલા લોકો પૂજા કરવા ભેગા થયા હતા. મીડિયા માં અહેવાલ બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યારે હવે અમદાવાદ ના GMDC ગ્રાઉન્ડ ખાતે રવિવાર ના દિવસે ક્રિકેટ મેચ રમવા ૧૦૦ થી વધુ લોકો ભેગા થયા હતા. માસ્ક પહેર્યા વગર અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યા વગર યુવાનીયાઓ અહીં ક્રિકેટ રમતા હતા.

શનિવાર અને રવિવારે વહેલી સવારથી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો ક્રિકેટ રમવા ભેગા થાય છે. ત્યારે આ કોરોના ની મહામારીમાં પણ લોકો ભેગા થયા હતા.

રવિવારે ૧૦૦થી વધુ ક્રિકેટ રસિકો ક્રિકેટ મેચ રમતા દેખાયા છતાં પોલીસે અનદેખ્યું કરી પેટ્રોલિંગ કરતી હતી પણ ખસેડવામા આવ્યા ન હતા.

હાલમાં રાજયભરમાં કોરોના કેસનો આંકડો સતત વધી રહૃાો છે ત્યારે સંક્રમણ વધે તો તેની પાછળ જવાબદાર કોણ તે સવાલ ઉપસ્થિત થઈ રહૃાો છે. જોકે મીડિયામાં એહવાલ પ્રસારિત થતા પોલીસ ઊંઘમાંથી જાગી અને પાંચેક જેટલી ગાડીઓ GMDC ગ્રાઉન્ડમાં ધસી આવતા ભાગદોડ મચી ગઈ હતી.

પોલીસ કાર્યવાહીને પગલે કેટલાય લોકો વાહનો લઈને પટકાયા અને ગણતરીની મિનિટોમાં જ ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું. જોકે આ પરિસ્થિતિ પાછળ જવાબદાર માત્ર એએમસી અને પોલીસ જ છે.

ઘટના અંગે પોલીસે મેસેજ આધારિત ચારથી પાંચ શખ્સોની અટકાયત કરી અનેક લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી છે.