કોરોનાના કુલ કેસ ૩૬.૨૧ લાખને પાર: મૃત્યુઆંક ૬૪,૪૬૯એ પહોંચ્યો

 • છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૯,૪૫૭ પોઝિટિવ કેસ, ૯૭૧ના મોત 

  કોરોના વાયરસના કેસ જે રીતે વધી રહૃાાં છે તે ચિંતાજનક છે. કેટલાક દિવસથી રોજે રોજ પોણા લાખની આસપાસ નવા કેસ આવી રહૃાાં છે. આજે પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ કોરોનાના નવા ૭૮,૫૧૨ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દૃેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૩૬,૨૧,૨૪૬ થઈ છે. જેમાંથી ૭,૮૧,૯૭૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ૨૭,૭૪,૮૦૨ લોકો સાજા થઈને ઘરે ગયા છે. કોરોના વાયરસના કારણે એક જ દિવસમાં ૯૭૧ લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૬૪,૪૬૯ થયો છે.
  દૃેશમાં બહોળા પ્રમાણમાં સેમ્પલ ટેસ્ટિંગ થઈ રહૃાું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અત્યાર સુધીમાં ૪,૨૩,૦૭,૯૧૪ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી ૮,૪૬,૨૭૮ નમૂનાનું પરીક્ષણ ગઈ કાલે કરાયું. જેમાંથી ૭૮ હજાર જેટલા સેમ્પલ કોરોના પોઝિટિવ જોવા મળ્યાં.
  સૌથી વધુ પ્રભાવિત રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં ૧૬૦૦૦થી વધુ નવા કોરોના દર્દીઓ ગઈ કાલે નોંધાયા. જ્યારે યુપીમાં ૬૨૩૩ (પહેલીવાર યુપીએ ૬૦૦૦નો આંકડો પાર કર્યો), રાજસ્થાનમાં ૧૪૫૦, મધ્ય પ્રદૃેશમાં ૧૫૫૮, છત્તીસગઢમાં ૧૪૭૧, અને જમ્મુ કાશ્મીરમાં ૭૮૬ નવા કેસ નોંધાયા છે.
  દૃુનિયામાં સૌથી વધુ પ્રભાવિત અમેરિકા અને બ્રાઝિલમાં કોરોનાના કેસ ઘટી રહૃાાં છે ત્યાં ભારતમાં સ્થિતિ ગંભીર બની રહી છે. જો કે રાહતની વાત એ છે મૃત્યુદર એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો નોંધાઈ રહૃાો છે. મૃત્યુદર ઘટીને ૧.૭૮% થઈ ગયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસનો દર ઘટીને ૨૨ ટકા થયો છે. રિકવરી રેટ ૭૭ ટકા થયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહૃાો છે જે સારો સંકેત છે.
  સતત ચાર દિવસ ૧૦૦૦ કરતા વધારે લોકોના કોરોનાથી મોત નોંધાયા. આ સાથે અઠવાડિયાનો ફર્ટિલિટી રેટ ૩.૯% રહૃાો છે જે પાછલા અઠવાડિયાના ૧.૭ કરતા ડબલ છે.
  દૃેશમાં વધતા જતા કોરોનાના કહેરને કારણે જ્યાં એક તરફ સંક્રમિતોની સંખ્યામાં સતત વૃદ્ધિ થઇ રહી છે. જ્યારે બીજી બાજુ એક્ટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. દૃેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૭ લાખ ૮૧ હજાર થઇ ગઇ છે. મળતી જાણકારી અનુસાર દૃેશમાં એક દિવસમાં ૬૦ હજારથી પણ વધારે નવા લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. જ્યાર બાદ અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપનારા લોકોની સંખ્યા વધીને ૨૭,૭૪,૮૦૧ થઇ ગઇ છે.