કોરોનાના નવા સ્ટ્રેનની સામે અમારી રસી સંપૂર્ણ કારગર: મોડર્ના કંપનીનો દાવો

કોરોના વાયરસનું જોખમ સતત વધી રહૃાું છે. બ્રિટનમાં મળી આવેલા કોરોનાના નવા સ્ટ્રેન બાદ વિશ્વવ્યાપી ગભરાટ વધી ગયો છે. આ નવા સ્ટ્રેન અંગે સમગ્ર વિશ્વમાં ભય છે અને લોકોના મનમાં ઘણા પ્રશ્ર્નો છે. આ દરમિયાન રસી બનાવતી અમેરિકન કંપની મોડર્નાએ કહૃાું છે કે તેની રસી બ્રિટનમાં મળતા કોરોના વાયરસના નવા સ્ટ્રેન સામે સંપૂર્ણપણે અસરકારક છે.

ઉલ્લેખનીય છે કે મોડર્ના સહિતની ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ કોરોનાની રસી બનાવી છે, જે અમેરિકાના લોકોને પણ આપવામાં આવી રહી છે. આ દરમિયાન, બ્રિટનમાં વાયરસના નવા સ્ટ્રેનનો ભય વધ્યો છે અને લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઈ રહૃાા છે કે આ સ્ટ્રેન કેટલો જોખમી છે. તેની સામે રસી અસરકારક છે કે નહીં?

એક નિવેદનમાં, મોડર્ના કંપનીએ કહૃાું કે તે કોઈપણ સ્ટ્રેન સામે તેની રસીના પ્રભાવની પુષ્ટિ કરવા માટે પરીક્ષણ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ કહૃાું છે કે તેને આશા છે કે તેની રસી, જેને તાજેતરમાં યુ.એસ.માં કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે તે બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન સામે પણ રક્ષણાત્મક રહેશે. યુએસ સ્થિત કંપનીએ કહૃાું કે તે આગામી સપ્તાહમાં પોતાની અપેક્ષાની પુષ્ટિ કરવા માટે રસીનું વધારાનું ટેસ્ટિંગ કરશે.

મોડર્નાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બ્રિટીશ સરકાર કોરોના વાયરસના નવા સ્ટ્રેનને કારણે કડક પ્રતિબંધો લાગુ કરવાની યોજના બનાવી રહી છે. ફાઈઝરની જેમ, મોડર્નાની રસી પણ ખૂબ ઓછા તાપમાને સંગ્રહિત કરવી પડશે. આ રસી ૯૪ ટકા સુધી અસરકારક હોવાનું જણાયું છે. બીજી બાજુ, જે સમયે વિશ્વ કોરોના વાયરસ સામે રસી બનાવવામાં વ્યસ્ત છે, ત્યારે જ યુકેમાં કોરોનાના નવા સ્ટ્રેને ચિંતા વધારી દીધી છે. જો કે નિષ્ણાતો કહે છે કે કોરોના રસી નવા સ્ટ્રેન પર કામ કરી શકશે અને તેથી ડરવાની જરૂર નથી.