કોરોનાના ભય વચ્ચે શેરબજાર ધડામ: સેન્સેક્સમાં ૧૧૪૫ પોઇન્ટનો કડાકો

આજે સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ભારે કડાકો નોંધાયો છે. સોમવારે કોરોના કેસ વધતા રોકાણકારોની ચિંતા વધારી છે. કોરોના કહેરના પગલે શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. બોમ્બે સ્ટોક એક્સચેંજની પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૧૪૫.૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૭૪૪.૩૨ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિટી ૩૦૬.૦૫ના ઘટાડા સાથે ૧૪૬૭૫.૭૦ના સ્તરે બંધ થયો હતો.

ઘટાડાના પગલે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ૪.૧ લાખ કરોડ રૂપિયા ઘટીને ૧૯૯.૮૮ લાખ કરોડ રૂપિયા થઈ છે. જે શુક્રવારે ૨૦૩.૯૮ લાખ કરોડ રૂપિયા હતી.

સેન્સેક્સ પર ડો.રેડ્ડી લેબ્સ, એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, એક્સિસ બેક્ધ, ઈન્ડસઈન્ડ બેક્ધ સહિતના શેર ઘટીને બંધ રહૃાાં હતા. ડો.રેડ્ડી લેબ્સ ૪.૭૭ ટકા ઘટીને ૪૪૬૧.૮૫ પર બંધ રહૃાો હતો. એમએન્ડએમ ૪.૫૧ ટકા ઘટીને ૮૩૬.૯૦ પર બંધ રહૃાો હતો. જોકેONGC, કોટક મહિન્દ્રા, HDFC બેક્ધના શેર વધીને બંધ રહૃાાં હતા.ONGC ૧.૧૪ ટકા વધીને ૧૦૬.૩૦ પર બંધ રહૃાો હતો. HDFC બેક્ધ ૦.૬૪ ટકા વધીને ૧૫૪૮.૬૫ પર બંધ રહૃાો હતો.

એનએસઈમાં સૌથી વધારે ઘટાડો થયેલા શેરમાં આઈટીસી, એલએન્ડટી, આયશર મોટર્સ, એમએન્ડએમ, બજાજ ઓટો વગેરે સામેલ છે. જ્યારે ઓટો, એફએમસીજી, ફાર્મા શેરોમાં ભારે વેચાણ જોવા મળ્યું હતું. તો મેટલ ઈંડેક્સમાં ૧ ટકાની મજબૂતી જોવા મળી હતી. અંદાજીત ૯૯૬ શેરોમાં તેજી અને ૪૦૯માં ઘટાડો જોવા મળ્યો હતો.

રૂપિયા સોમવારે ૭ પૈસાની મજબુતી સાથે અમેરિકા ડોલરના મુકાબલામાં ૭૨.૫૮ પર ખુલ્યો હતો. ગુરૂવારે રૂપિયો ૭૨.૬૫ પર બંધ થયો હતો. શુક્રવારે છત્રપતિ શિવાજી મહારાજની જયંતીના પગલે કરન્સી માર્કેટ બંધ રહી હતી..

ગયા સપ્તાહના અંતમાં સેંસેક્સ ૪૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૧,૦૦૦ની નીચે બંધ થયો હતો. શુક્રવારે શેર બજારની ધીમી શરૂઆત રહી હતી. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિટી પણ ૧૫,૦૦૦ પોઈન્ટની નીચે રહૃાો હતો. બિઝનેસના અંતમાં સેંસેક્સ ૪૩૪.૯૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૦,૮૮૯.૭૬ના સ્તરે બંધ થયો હતો. જ્યાર નિટી ૧૩૭.૨૦ પોઈન્ટ ઘટાડા સાથે ૧૪,૯૮૧.૭૫ના સ્તરે બંધ થયો હતો.