- રવિવારે બિલ્કીસબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને રવિવારે જ મૃત્યુ
- ડેડાણમાં તેમના ઘર આસપાસ કન્ટેનમેન્ટ ઝોન કરાયો : મર્હુમની અમરેલીમાં જ અંતિમ વિધી કરવામાં આવી
ડેડાણ,
કોરોનાનાં પોઝિટિવ દર્દી એવા ડેડાણના ઇલેકટ્રોનીક્સ દુકાનના વેપારી સુલ્તાનભાઇ પઠાણના ધર્મપત્નીનું નિધન થતા ડેડાણે શોકમય બંધ પાળ્યો હતો.
સુલ્તાનભાઇ પઠાણના ધર્મપત્ની બિલ્કીસબહેન ઉ.વ.58 ને અમરેલી ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમનું કોરોનાનું સેમ્પલ લેવામાં આવ્યુ હતુ તા.26 ને રવિવારે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ અને તા.26 મી ના જ તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.