કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં દાખલ અમરેલીના જેસીંગપરાના યુવાનનું બીજી વખત સેમ્પલ લેવાયું

અમરેલી,અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરાયેલા અમરેલીના જેસીંગપરાના યુવાનનું આજે બીજી વખત સેમ્પલ લેવાયું હતુ અને સૌ કોઇ આ રિર્પોટ નેગેટીવ આવે તેવી પ્રાર્થના કરી રહયા છે તેવા સંજોગોમાં સરકારી તંત્ર દ્વારા તકેદારીના પગલા રૂપે એડવાન્સમાં સબંધીતોને હોમ કવોરન્ટાઇન કરી દેવાયા છે. બોટાદ મરણના કામે ગયેલા જેસીંગપરાના આ યુવાને આખા જિલ્લાનો જીવ અધ્ધર કરી દીધો છે બીજી તરફ કોરોનાના નવા ચાર શંકાસ્પદ દર્દીઓ શાંતાબા ગજેરા હોસ્પિટલમાં દાખલ છે જેમા રાજકોટના ત્રણ વર્ષના બાળક, લીલીયાના ગોઢાવદરની 37 વર્ષની મહીલા,અમરેલી સીતારામ નગરનો 24 વર્ષનો યુવાન અને અમરેલીના વરસડાના 24 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે અને અગાઉના તમામ રિર્પોટ નેગેટીવ આવ્યા છે આજના ચાર અને એક જેસીેંગપરાનો મળી પાંચ સેમ્પલોનો રિપોર્ટ પેન્ડીંગ રહયો છે જયારે ઓપીડીમાંથી 296 સેમ્પલ લેવાયા છે અને તેમા 21નો રિપોર્ટ પેન્ડીંગ છે.
સાથે સાથે 3201 લોકોને હોમ કવોરન્ટાઇન કરાયેલા છે જેમા જિલ્લામાં ગેરકાયદેસર રીતે આવેલા 207 લોકોને સરકારી ફેસેલીટીમાં રાખવામાં આવેલ છે.જયારે કવોરન્ટાઇના ભંગ બદલ 78 લોકોને સરકારી ફેસેલીટીમાં રાખવામાં આવેલ છે.