કોરોનાના સંક્રમણ માટે તબલીગી જમાત કરતાં પણ તઘલખી શાસકો વધારે જવાબદાર છે : પરેશ ધાનાણી

  • શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓની આખા સત્રની સંપૂર્ણ ફી માફ કરો અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે જઇ આંદોલન કરવામાં આવશે
  • કોરોના વચ્ચેનુ જીવન જીવવા સંઘર્ષ કરી રહેલ ગુજરાતને બચાવવા માટે સમસ્યાનું સમાધાન જરૂરી

અમરેલી,
વિધાનસભા ગૃહમાં કોરોનાની વૈશ્વિક મહામરી સામે ગુજરાતની લડતનો સંકલ્પ. રજૂ થયો હતો. આ સંકલ્પ પરની ચર્ચામાં ભાગ લેતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ડીસેમ્બંર-2019માં ચીનના વુહાનની અંદર એક કાળમુખો કોરોના પેદા થયો અને આજે એણે આખા વિશ્વને ભરડો લઈ લીધો. સમગ્ર વિશ્વમાં બધા જ દેશો એની ઝપટે ચડયા અને લગભગ 55 લાખ કરતાં વધુ લોકોને ક્યાાંકને ક્યાં ક સંક્રમણનો ભોગ બનાવ્યા શંકાના દાયરામાં ખુદ સરકાર છે. 15 જાન્યુગઆરીથી 7 માર્ચ સુધી દેશના આંતરરાષ્ટ્રી ય એરપોર્ટો ઉપર 78 લાખ કરતાં વધુ વિદેશી યાત્રિકો આવ્યાદ. અમે વારંવાર સરકારને ચેતવી હતી છતાં 78 લાખ કરતાં વધુ આંતરરાષ્ટ્રી ય પેસેન્જરરો પૈકી માત્ર 15 લાખ 24 હજાર લોકોની ચકાસણી થઈ. આ ચૂકના કારણે આજે આ વિદેશી વાઈરસે સમગ્ર ભારતને ભરડામાં લીધો છે. જો આંતરરાષ્ટ્રીતય એરપોર્ટને અગાઉથી તાળાબંધી કરી હોત તો સમગ્ર દેશને લોકડાઉનનો સામનો કરવાથી બચાવી શકાયો હતો, 70% લોકો કોરોના સંક્રમણના ભોગ બનેલા સરકારી રેકર્ડ પર આવશે. સરકારે આંકડા છુપાવવા માટે શરૂઆતના તબક્કે ચકાસણીનો દર ઘટાડયો અને લોકોને ભગવાન ભરોસે મોતના મોંમાં ધકેલવાનો દરવાજો ખોલ્યોક. આજે ગુજરાતમાં કોરોનાનો બોમ્બધ ફાટયો છે અને રાજ્યયના 18 હજાર ગામડા કોરોના સામે જીવન જીવવા સંઘર્ષ કરી રહયા છે. સરકારે લોકડાઉનનો સદુપયોગ કર્યો હોત, લોકોને ટેસ્ટીંએગ અને ટ્રીટમેન્ટરની સુવિધા વધારવામાં આવી હોત તો ગુજરાતીઓને કોરોના મહામારીમાંથી બચાવી શક્યા હોત.ગુજરાતના ભવિષ્યાને બચાવવું હશે તો વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફ કરવી પડશે.લોકડાઉન દરમ્યારન રાજ્યરમાં 1.75 લાખ જેટલા નોંધાયેલા પોલીસ કેસ પરત ખેંચી પ્રજાને રાહતનો નિર્ણય જાહેર કરે એવી અપેક્ષા સહ સંકલ્પ ને સમર્થન આપું છું.