કોરોનાના ૧૨,૧૪૩ના નવા કેસ, ૧૦૩નાં મોત

  • દેશમાં ૭૯ લાખ લોકોનું રસીકરણ

 

દેશમાં કોરાના વાઇરસના કેસમાં સતત ઘટાડો થઈ રહૃાો છે. દેશમાં નવા કેસો ઘણા સમયથી ૨૦,૦૦૦થી નીચે આવી રહૃાા છે. એ સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહૃાો છે. દેશમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા ૧.૦૮ કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા ૨૪ કલાકમાં ૧૨,૧૪૩ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૩ લોકોનાં મોત થયાં છે.

દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ ૧,૦૮,૯૨,૭૪૬ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી ૧,૫૫,૫૫૦ લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને ૧,૦૬,૦૦,૬૨૫  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં ૧૧,૩૯૫ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા ૧,૩૬,૫૭૧ પહોંચી છે.

રિકવરી રેટ વધીને ૯૭.૨૬ ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને ૧.૪૩ ટકા થયો છે. દેશમાં અત્યાર સુધીમાં ૭૯,૬૭,૬૪૭ લાખની આસપાસ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૪,૬૨,૬૩૭ કોરોના રસી આપવામાં આવી હતી.