કોરોનાની અસર : દ્વારકા મંદિરની આવકમાં સીધો ૪૦ ટકાનો ઘટાડો થયો

જગત મંદિર દ્વારકા સમગ્ર મંદિરમાં પ્રખ્યાત છે. આસ્થા અને ભક્તિ ધરાવતા અનેક શ્રદ્ધાળુઓ દર વર્ષે અહી માથુ ટેકવે છે. આ મંદિરમાં લોકો દિલ ખોલીને દ્વારકાધીશ માટે દાન કરતા હોય છે. ત્યારે યાત્રાધામ દ્વારકાના જગત મંદિરની વર્ષ ૨૦૨૦-૨૧ ની આવક જાહેર કરવામાં આવી છે. જોકે, કોરોનાને કારણે દર વર્ષની સરખામણીએ મંદિરના આવકમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષની સરખામણીએ દ્વારકા મંદિરની આવકમાં સીધો ૪૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૨૦-૨૧ માં મંદિરને ૬.૩૫ કરોડની રોકડ આવક સાથે ૪૦૯ ગ્રામ સોનુ અને ૧૯.૬૨ કિલોગ્રામ ચાંદીની આવક થઈ છે.

લોકોડાઉન અને કોરોનાના કારણે મંદિર બંધ હોવાથી દ્વારકા મંદિરની આવકમાં મોટો ઘટાડો થયો છે. મંદિર દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ૨૦૧૩-૧૪ના વર્ષથી આવકના આંકડા પર એક નજર કરીએ તો દ્વારકા મંદિરની આવકમાં દર વર્ષે વધારો થતો જાય છે. સાથે જ સોના-ચાંદીની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. કરોડો યાત્રિકોની આસ્થાનું કેન્દ્ર દ્વારકા હોઈ ત્યારે મંદિરની આવકમાં સતત વધારો થતો રહે છે. પણ કોરોનાએ મંદિરની આવક પર પણ અસર કરી છે.