કોરોનાની ઉંચી છલાંગ: 49 હજાર કરતાં વધુ કેસ, 755ના મોત

  • દેશમાં કોરોનાના કુલ કેસ 13 લાખની નજીક, 30 હજારથી વધુના મોત
  • 8.17 લાખ દર્દીઓએ કોવિડ-19ને મ્હાત આપી,એક્ટિવ કેસની સંખ્યા 4,40,135 સુધી પહોંચી અત્યાર સુધી 4,165 શ્રમિક ટ્રેન દોડાવાઈ, હવે કોઈ માંગ નથી
  • રેલ્વે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં શાળાના બાળકો ભાગ નહીં લે અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારત કોરોના વાયરસના કેસના ત્રીજા નંબરનો દેશ બન્યો

દેશમાં કોરોના વાઇરસ બેફામ અને બેકાબુ બની ગયું હોય તેમ અનલોક-2ના 23 મા દિવસે ગુરૂવારે 49 હજાર કરતાં વધારે કેસો અને વધુ 755 ના મોત થયા હતા. બ્રાઝિલ પછી સૌથા વધુ કેસ ભારતમાં સામે આવી રહૃાાં છે. ભારતમાં કોરોનાએ હવે 40 હજારની ઉંચાઇ પકડી હોય તેમ હવે છેલ્લાં ૩ દિવસથી 40 હજારની ઉપર કેસો આવી રહૃાાં છે. કેસોના મામલામાં ભારતની આગળ હવે માત્ર અમેરિકા છે. દરમ્યાન, કોરોના મહામારીના કારણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 27 જુલાઈના રોજ પોતાના જન્મદિવસની ઉજવણી ન કરવાનો નિર્ણય કર્યો છે. તો આ તરફ રેલવેએ જણાવ્યું કે, દેશમાં 9 જુલાઈ સુધી 4165 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવાઈ છે. હવે તેની કોઈ માંગ નથી. ભોપાલમાં આજે શુક્રવાર રાતના 8 વાગ્યાથી 4 ઓગસ્ટની સવાર 5 વાગ્યા સુધી ટોટલ લોકડાઉન રહેશે.
કોરોનાથી સંક્રમિત થનારા લોકોના કેસોમાં ભારતમાં ગુરુવાર બાદ ફરી રેકોર્ડ તૂટ્યો છે. શુક્રવાર સવારે જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 49,310 કોરોનાના કેસો સામે આવ્યા છે. તે સાથે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 12 લાખ 88 હજાર 130 થઈ ચુકી છે.. ગુરુવારે સૌથી વધુ મહારાષ્ટ્રમાં 9,895, આંધ્રપ્રદેશમાં 7,998, તમિલનાડુમાં 6,472 અને કર્ણાટકમાં 5,050 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત, કોરોના વાયરસના હવે 4 લાખ 40 હજાર 135 એક્ટિવ કેસ છે. બીજી તરફ, 8 લાખ 17 હજાર 209 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 30,601 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં ૨૩ જુલાઈ સુધીમાં કુલ 1,54,28,170 કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા છે. માત્ર ગુરુવારની વાત કરીએ તો 3,52,801 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે
કોરોના મહામારીના કારણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ૨૭ જુલાઈના રોજ જન્મદિવસની ઉજવણી ન કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહૃાું કે, કોઈ પણ કાર્યકર્તા અને પ્રશંસક તેમને શુભેચ્છા પાઠવવા માટે ઘરે કે ઓફિસે ન આવે.
તો આ તરફ રેલવેએ જણાવ્યું કે, દેશમાં ૯ જુલાઈ સુધી 4165 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવાઈ છે. હવે તેની કોઈ માંગ નથી. આ ટ્રેન દ્વારા 63 લાખ લોકોને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે. રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે જણાવ્યું કે, જો કોઈ રાજ્ય માંગ કરશે તો તેના પર વિચારણા કરવામાં આવશે.
ભોપાલમાં આજે શુક્રવાર રાતના 8 વાગ્યાથી 4 ઓગસ્ટની સવાર ૫ વાગ્યા સુધી ટોટલ લોકડાઉન રહેશે. જિલ્લા તંત્રએ આ નિર્ણય ભોપાલમાં કોરોના સંક્રમણના કારણે લીધો છે. જો કે, એરપોર્ટ અને રેલવે સ્ટેશથી અન્ય શહેરો માટે લાઈટ અને ટ્રેનનું ઓપરેશન ચાલું રહેશે. જ્યારે લો લોર બસો, ટેક્સી, ઈ-રિક્ષા ઓટો રિક્ષા પુરી રીતે બંધ રહેશે.
રાજ્યમાં ગુરુવારે પહેલી વખત રેકોર્ડ 2500 થી વધુ કેસ સામે આવ્યા છે. તો આ તરફ મુખ્ય સ્વાસ્થ્ય સચિવ અમિત મોહન પ્રસાદે જણાવ્યું કે, અમે સતત ટેસ્ટીંગ ક્ષમતાને વધારી રહૃાા છીએ
બિહારમાં કોવિડ-19 હોસ્પિટલમાં બેડની સંખ્યા 8 હજાર છે. હવે સરકારે 5 હજાર બેડ વધારવાનો નિર્ણય કર્યો છે. તો આ તરફ સેમ્પલ ટેસ્ટની ક્ષમતા પણ વધારવામાં આવશે.
આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં કોઈ શાળાના બાળકો ભાગ લેશે નહીં. ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ અધિકારી (એએસઆઈ) ના એક અધિકારીએ કહૃાું કે, લાલ કિલ્લા પર દર વર્ષે 900 -1,000 આમંત્રિતોને બદલે, વડા પ્રધાન રાષ્ટ્રને સંબોધન કરે ત્યારે લગભગ 250 લોકો ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા અંતિમ સૂચિ તૈયાર કરવામાં આવશે.