કોરોનાની કરૂણતા : સ્વજનનાં અસ્થિફુલ લેવા પણ લોકો ખોટી થતા નથી

  • પારિવારીક અને નજીકનાં સબંધોની મજબુતાઇનું પ્રમાણ આપતો કોરોના
  • ઘણા દેન આપી પાવતી લીધા વગર ચાલ્યા જાય છે : સાદા મરણમાં આવેલા ડાઘુઓ પણ પીપીઇ કીટમાં વિટાળેલ સબ જોઇ ચાલ્યા જાય છે

અમરેલી,
કોના મગજમાં શું છે તે માપવાનું મીટર નથી પણ કોરોના આ મીટર સાબિત થઇ રહયો છે સાથે સાથે પરિવાર અને નજીકના સબંધોનું નગ્ન સત્ય કોરોનાને કારણે સામે આવી રહયુ છે કોરોનાના કહેરમાં અમરેલીનાં સ્મશાન સાથે સંકળાયેલા સુત્રોમાંથી અવધ ટાઇમ્સને કેટલાક કરૂણતાભર્યા હદયને હચમચાવી દેતા કિસ્સા સાંભળવા મળ્યા હતા.
કોરોના પોઝિટિવ દર્દીનું અમરેલીમાં સારવારમાં મૃત્યુ થાય એટલે તેને અમરેલીમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને અમરેલીના સ્મશાનમાં પહેલા હોસ્પિટલનો સ્ટાફ મૃતદેહ અને તેના નજીકના બે સંબધીને લઇ આવતો હતો પણ હવે સ્ટાફ નથી આવતો એક વ્યક્તિ અંતિમ વિધી માટે મરનારના વધ્ાુમાં વધ્ાુ ચાર લોકોને લઇ સ્મશાને આવે છે પણ આમ ચિતાને અગ્નીદાહ દેવાય કે તરત જ મોટાભાગના પરિવારજનો મૃતદેહને મુકી અને ચાલ્યા જાય છે ઘણા તો સ્મશાનમાંથી આપવામાં આવતી પાવતી પણ લેવા ખોટી થતા નથી આટલુ જ નહી પણ કોરોના વગર કોઇનું મૃત્યુ થયુ હોય અને તેને લઇને આવેલા ડાઘુ બાજુમાં સળગતી ચિતા જોઇ સ્મશાનનાં બાપુને પુછે કે આ કોવિડવાળાની છે ? જો જવાબ હા મા મળે તો એ ડાઘુઓ પણ તાત્કાલીક સ્મશાન છોડી ચાલ્યા જાય છે.હિન્દુ રીવાજ પ્રમાણે અત્યાર સુધી મૃતદેહના કાન પાસે પરિવારના સભ્ય પ્રાણપોક મુકતા હતા અને અગ્ની સંસ્કાર પછી જેને ટાઢી ઠારી કહેવાય છે તે ચિતાને ઠારી અને અસ્થિફુલ લઇ ત્રિવેણી કે તીર્થમાં જઇ પધરાવવામાં આવે છે આ પરંપરાઓને કોરોનાએ જબરદસ્ત અસર કરી છે આ હકીકત અમરેલીની જાણવા મળી છે તે કદાચ પુરા ગુજરાત અને દેશની હશે પણ કોરોના તમામ સામાજિક મુલ્યો અને સબંધોની વાસ્તવીકતા ઉજાગર કરી રહયો છે તેમ કહેવુ વધારે પડતુ નથી.