કોરોનાની ચેઇન તોડવા અમરેલી જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન જરૂરી

હાલ કોરોના મહામારીને લઇ ને દરેક શહેરોમાં હોસ્પિટલમાં બેડ નથી મળતાં. જરૂરી ઇન્જેકશન્સ નથી મળતા ત્યારે પોતાની જાતને બચાવવા સાવચેતી જરૂરી છે. કોરોના પોઝીટીવ પેશન્ટના સંપર્કમાં આવેલ સબંધી અને મિત્રો બહાર ફરે છે જે કોરોના બોમ્બ જ છે. હાલ, આમ પણ વેપાર ધંધા રોજગાર ગામડાના લોકો શહેરમાં અને શહેરના લોકો જરૂરત સિવાય બહાર નથી નીકળતાએ સંજોગોમાં 25 ટકા થી પણ ઓછા છે. ત્યારે સરકાર નિર્ણય લે કે ના લે, વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન સ્વીકારવું જોઇએ. જીવન હશે તો કમાય લઇશું, છેલ્લા કેટલાય દિવસોથી સવાર પડે ને સ્વજન, મિત્રની વિદાયના માઠા સમાચાર રડાવી જય છે ત્યારે હું વેપારી સંગઠનો અને સર્વ ને બે હાથ જોડી સ્વૈચ્છિક લોકડાઉન અંગે નિર્ણય લેવા વિનંતી કરૂ છું.