કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દુનિયાભરમાં અત્યારે વેક્સિનેશન પર જોર આપવામાં આવી રહૃાું છે. દુનિયાભરમાં પૂરજોશમાં વેક્સિનેશન ચાલી રહૃાું છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનની ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન તરફથી ચેતવણી આપવામાં આવી છે કે કોઈ પણ વેક્સિનને મિક્સ કરીને ડોઝ ના લે, આ ખતરનાક સાબિત થઈ શકે છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન પ્રમાણે આ એક ખતરનાક ટ્રેન્ડ છે, કેમકે અત્યાર સુધી આને લઈને કોઈ ડેટા ઉપલબ્ધ નથી. આ સાથે તેમણે ચેતવ્યા કે સમય પર વેક્સિનના બંને ડોઝ લેવા ઘણા જરૂરી છે. સૌમ્યા સ્વામીનાથને કહૃાું કે, જો અલગ-અલગ દેશોમાં લોકો પોત-પોતાની રીતે નક્કી કરશે કે બીજો-ત્રીજો ડોઝ ક્યારે લેવો છે તો આ મુશ્કેલી પેદૃા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિૃવસ પહેલા ભારતમાં અનેક એવા કેસ સામે આવ્યા હતા, જ્યારે કેટલાક લોકોને વેક્સિનના ૨ અલગ-અલગ ડોઝ આપવામાં આવ્યા હતા.
આ વહીવટીતંત્રની બેદરકારીના કારણે થયું હતું. પહેલો ડોઝ કોઈ બીજી વેક્સિનનો અને બીજો ડોઝ કોઈ બીજી વેક્સિનનો લેવાના કારણે કેટલાક લોકોની તબિયત પણ બગડી છે. અનેક વૈજ્ઞાનિકો દ્વારા આ મુદ્દે રિસર્ચ પણ કરવામાં આવી રહૃાું છે કે શું વેક્સિનનું આ રીતે મિશ્રણ કરવું ફાયદૃાકારક હોઈ શકે છે કે નહીં, પરંતુ અત્યાર સુધી કોઈ ચોક્કસ ડેટા સામે આવ્યો નથી, જે આનું સમર્થન કરે.
ઉલ્લેખનીય છે કે અલગ-અલગ વેક્સિનના બે ડોઝની વચ્ચે એક ચોક્કસ અંતર છે. નક્કી કરવામાં આવેલા અંતરાળ પર જ વેક્સિનના બંને ડોઝ આપવામાં આવી રહૃાા છે, જે કોરોનાની વિરુદ્ધ લડવામાં મદદ કરશે.