કોરોનાની રફતાર ધીમી પડી: ૨૪ કલાકમાં ૬૧ હજાર કેસ પોઝિટિવ નોંધાયા

 • દૃેશમાં કુલ કેસ વધીને ૬૬.૮૫ લાખ, ૮૮૪ના મોત સાથે મૃત્યુઆંક ૧.૦૩ લાખ
 • ૨૪ કલાકમાં ૭૫,૭૮૭ સંક્રમિતો કોરોનાને માત આપવામાં સફળ

  દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ ૧૯ના નવા પોઝિટિવ કેસો તેમજ મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ સવારના ૮ વાગ્યા સુધીમાં કોરોનાના વધુ ૬૧,૨૬૭ નવા દર્દીઓ નોંધાયા હતા તેમજ ૮૮૪ લોકોના કોરોના સંક્રમણથી મોત થયા હતા. દેશમાં ઘણા સમય બાદ એક દિવસમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૬૫,૦૦૦ કરતા ઓછી નોંધાઈ છે. બીજીતરફ કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૫૬ લાખ કરડા વધુ રહેતા રિકવરી રેટ ૮૪.૭૦ ટકા થયો હતો.
  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૬૧,૨૬૭ નવા દર્દીઓ નોંધાતા કુલ કોરોના સંક્રમિત કેસોનો આંક ૬૬,૮૫,૦૮૨ પર પહોંચ્યો હતો. વધુ ૮૮૪ લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક ૧,૦૩,૫૬૯ થયો હતો. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓનો આંક ૫૬,૬૨,૪૯૦ પર પહોંચ્યો છે. કુલ સક્રિય પોઝિટિવ કેસો ૯,૧૯,૦૨૩ છે જે નોંધાયેલા કુલ કેસ લોડના ૧૩.૭૫ ટકા છે. ભારતમાં કોવિડ ૧૯છી મૃત્યુ દર ૧.૫૫ ટકા નોંધાયો છે.
  આઈસીએમઆરના ડેટા મુજબ કોરોનાકાળમાં અત્યાર સુધીમાં ૮,૧૦,૭૧,૭૯૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ૫ ઓક્ટોબરના રોજ દેશમાં ૧૦,૮૯,૪૦૩ સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી. વિતેલા ૨૪ કલાકમાં ૮૮૪ લોકોના કોરોનાથી મોત થયા હતા જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૨૬૩ લોકોના મોત થયા છે.
  દેશમાં કોરોનાથી કુલ ૧,૦૩,૫૬૯ મોત થયા છે. રાજ્યવાર મૃત્યુના આંકડા પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૩૮,૩૪૭ લોકોના મોત થયા છે. તમિલનાડુમાં ૯,૮૪૬, કર્ણાટકમાં ૯,૩૭૦, ઉત્તર પ્રદેશમાં ૬,૦૯૨, આંધ્ર પ્રદેશમાં ૬,૦૧૯, દિલ્હીમાં ૫,૫૪૨, પશ્ર્ચિમ બંગાળમાં ૫,૨૫૫, પંજાબમાં ૩,૬૪૧ અને ગુજરાતમાં ૩,૫૦૯ લોકોના મોત થયા છે. આઈસીએમઆરના મતે કોરોનાથી થયેલા લોકોના મૃત્યુ પૈકી ૭૦ ટકા લોકો કોમોબ્રિડિટી ધરાવતા હતા અર્થાત તે લોકો અન્ય ગંભીર બીમારીથી પણ પીડાતા હતા.
  હાલ દેશમાં કોરોનાનો રિકવરી રેટ ૮૪.૭૦ ટકા રહૃાો છે. જ્યારે કોરોનાના એક્ટીવ કેસ ૧૩.૧૪ ટકા એટલે કે કુલ ૯,૧૯,૦૨૩ છે. જ્યારે મૃત્યુદર ૧.૫૪ ટકા ચાલી રહૃાો છે. હાલ કોરોનાનો પોઝિટિવિટી રેટ ૫.૬૨ ટકા છે.