કોરોનાનું નિશાન હદય : અમરેલીમાં દર્દીનું હદય બંધ પડી ગયું

  • મંગળવારે વધુ 29 કેસ આવતા અમરેલી જિલ્લામાં કોરોનાનાં કેસ 1100 ને વટી ગયા
  • તા.20 ના રોજ પોઝિટિવ રિપોર્ટ આવેલા અને આઇસીયુમાં રખાયેલ બટારવાડીના 74 વર્ષના કોરોના પોઝિટિવ દર્દીનુંં હદય બંધ પડી ગયું : અમરેલી શહેરમાં 6 પોઝિટિવ કેસ
  • સાવરકુંડલામાં સૌથી વધુ 7 કેસ,લાઠી અને લીલીયામાં 5 કેસ, રાજુલામાં 4 કેસ, ધારી, ચલાલા, બગસરા,કુંકાવાવ તથા લાલાવદર અને જાફરાબાદમાં 1-1 કેસ નોંધાયા

અમરેલી,
આજે તા. 25 ને મંગળવારે કોરોનાનાં વધુ 29 પોઝિટિવ કેસ આવતા અમરેલી જિલ્લામાં કોરોનાનાં કેસ 1100 ને વટી ગયા છે અને અગાઉ સામે આવેલી વિગત અનુસાર કોરોના દર્દીના ફેફસા ઉપરાંત હદયને પણ નિશાન બનાવે છે આજે મંગળવારે અમરેલીમાં કોરોનાનાં 74 વર્ષના પોઝિટિવ દર્દીનું હદય અચાનક બંધ પડી ગયું હતુ.
તા.20 ના રોજ પોઝિટિવ રિપોર્ટ આવેલા અને આઇસીયુમાં રખાયેલ અમરેલીના બટારવાડી વિસ્તારના 74 વર્ષના કોરોના પોઝિટિવ દર્દીનુંં હદય બંધ પડી ગયું હતુ કોરોનાને કારણે તેની ગાઇડલાઇનમાં ન હોય તેવા પરિબળો ઉભા થઇ રહયા છે અને લોકો જીવ ગુમાવી રહયા છે.
આજે અમરેલી શહેરમાં 6 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં શહેરના સહજાનંદ સોસાયટી, જેશીંગપરા, ગોકુલપરા, હાઉસીંગ બોર્ડ, ચક્કરગઢ રોડ, જીવાપરાનો સમાવેશ થાય છે જ્યારે સાવરકુંડલામાં સૌથી વધુ 7 કેસ,લાઠી અને લીલીયામાં 5 કેસ, રાજુલામાં 4 કેસ, ધારી, ચલાલા, બગસરા,કુંકાવાવ તથા લાલાવદર અને જાફરાબાદમાં 1-1 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત હોસ્પિટલોમાં 24 શંકાસ્પદ દર્દીઓ દાખલ કરાયા છે જેમાં 18 ના રિપોર્ટ પેન્ડીંગ છે અને 1445 રેન્ડમ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 27 પોઝિટિવ નીકળ્યા હતા અને 1352 નેગેટીવ આવ્યા હતા આજના 72 મળી કુલ 138 રિપોર્ટ પેન્ડીંગ છે કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 1101, 832 લોકો સાજા થઇ ગયા છે. 246 સારવારમાં છે અને સતાવાર રીતે 23 ના મૃત્યુ થયા છે.