કોરોનાનું સંકટ હરશે વિઘ્નહર્તા

  • કોરોનાને કારણે લોકોમાં ડરનો માહોલ

અમરેલી,
આજે ગણેશ ચોથ છે , આજથી 11 દિવસ સુધી ગણેશ ઉત્સવ ની શરૂઆત થાય છે , આ વર્ષે કોરોના ને લીધે આપણે સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવી શકવાના નથી . કોઈપણ તહેવાર કે ધાર્મિક ઉત્સવ ઉજવવા પાછળ નો હેતુ સમાજમાં વ્યાપેલી હતાશા અને નિરાશા ને દુર કરવાનો હોય છે . કોરોના ના કારણે લોકોમા ખુબજ ચિંતા અને ડર નો માહોલ છે એક અભ્યાસાનુસાર હાલ માં માનસિક રોગ નાં કેસો માં 25 ટકા નો વધારો થયેલો છે આવામાં તહેવાર આપણને થોડો ઉત્સાહ આપે તે પણ આ વર્ષે આપણે ઉજવી શકવાના નથી. આ વર્ષે આપણે ગણેશ ઉત્સવ એ રીતે ઉજવીએ કે આપણી ઉપર આવેલું કરોના નું વિઘ્ન દુર થાય અને સમાજ માં ફેલાયેલી હતાશા-નિરાશા નાં માહોલમાંથી આનંદ અને ઉલ્લાસ નું વાતાવરણ સર્જાય . આ 11 દિવસ આપણે ગણેશ પૂજા ધાર્મિક સાથે આરોગ્ય પણ જળવાઈ તે રીતે ઉજવીએ .આપણા ઘરના પ્રવેશદ્વાર અને ગણપતિ નું સ્થાપન જ્યાં કરો ત્યાં આસોપાલવ નું તોરણ બાંધીએ .આપણે આસોપાલવ નું તોરણ બાંધીએ છીએ એ ફક્ત શોભા માટે નથી ,આસોપાલવ નાં પાન માં એવી શક્તિ છે કે જેથી વાતાવરણ માંથી મહત્તમ કાર્બન ડાયોક્સાઈડ ને ખેચી , ઓક્સીજન ને મુક્ત કરે છે . કોરોના નાં સંદર્ભમાં તમે જેટલું શુદ્ધ પ્રાણવાયુ તમારા ફેફસાં માં ભરી શકશો તેટલા કોરોના થી બચી શકીશું .સવાર-સાંજ આરતીમાં ગાયના ઘી નાં દીવા સાથે અલગ થી માહેશ્વર ધૂપ પણ કરવો આ ધૂપમાં સુકાયેલા આંબાના લાકડા,ગાયનું છાણું,લીમડાના પાન ,ગુગળ,કપૂર,સરસવ,અને ગાયનું ઘી નાખી ધૂપ કરવો , વાતાવરણ ને સેનિટાઈઝ (જંતુમુક્ત)કરવા આ ધૂપ જેવું કામ કોઈ નહિ કરી શકે .પ્રસાદી સાથે તુલસીના પાન પણ રાખીએ અને ઘરના દરેક મેમ્બર્સ 10-10 તુલસીના પાન ચાવી જઈએ .કોઈપણ મંત્ર સવાર-સાંજ ગણેશજી ની પૂજા બાદ 24 વાર કરીએ , મંત્ર થી વાતાવરણ માં પોઝીટીવ વાઈબ્રેસન ફેલાશે અને મન શાંત થશે.અને છેલ્લે સમૂહ પ્રાથના કરીએ કારણ જ્યારે સમગ્ર વિશ્વ મુશ્કેલીમાં સપડાયું હોય ત્યારે ધીરજ અને પ્રાથના સિવાય કોઈ વિકલ્પ નથી .ગણેશજી તો આમેય સંકટ નિવારણ અને વિઘ્નહર્તા દેવ છે એના ઉપર પુરી શ્રધ્ધા રાખીએ આ મુશ્કેલીમાંથી પણ આપણને તે હેમખેમ બહાર કાઢી લેશે .