કોરોનાનું સંક્રમણ યથાવત રહ્યું : 26 પોઝિટિવમાંથી 6 કેસ અમરેલી શહેરનાં

  • સતાવાર રીતે જિલ્લામાં કોરોનાને કારણે 27 મૃત્યું : તંત્ર દ્વારા અવિરત ટેસ્ટ છતા
  • કુંડલા તાલુકામાં 7 કેસ, રાજુલામાં 3 કેસ સાથે કોરોનાનાં કુલ કેસની સંખ્યા 1376 થઇ : 1073 દર્દીઓને રજા અપાઇ

અમરેલી,
સતાવાર રીતે જિલ્લામાં કોરોનાને કારણે 27 મૃત્યું થયા છે અને તંત્ર દ્વારા અવિરત ટેસ્ટ છતા પણ અમરેલી શહેરમાં કોરોનાનું સંક્રમણ યથાવત રહયુ છે આજે શુક્રવારે જિલ્લામાં આવેલા 26 પોઝિટિવ કોરોનાનાં કેસમાંથી 6 કેસ અમરેલી શહેરનાં છે અમરેલીના હનુમાનપરા, ચક્કરગઢ રોડ, અક્ષરપાર્ક, સુખનાથપરા, રામપરા તથા કુંડલા તાલુકામાં ઘોબા, ઠવી તથા શહેરમાં નેસડી રોડ ઉપર 2 , ખોડીયાનગર, રઘુવંશીપરામાં 2 મળી 7 કેસ, રાજુલામાં કોવાયા, ધારેશ્ર્વર અને મોટા રીંગણીયાળામાં 3 કેસ તથા ચિતલમાં 2, લાઠીના હીરાણા, કુંકાવાવના ભાયાદવર, ચમારડી, ખાંભા, દામનગર, ધારી અને મોટી કુંકાવાવના આજના પોઝિટિવ કેસ સાથે જિલ્લામાં કોરોનાનાં કુલ કેસની સંખ્યા 1376 થઇ છે અને 1073 દર્દીઓને રજા અપાઇ છે આ ઉપરાંત શિહોર, ચાંપાથળ, ફાચરીયા, કુંડલા જૈન દેરાસર પાસે, જેશીંગપરા, ચામુંડા માતા મંદિર પાસે તથા ગારીયાધાર, સુખનાથપરા, સાવરકુંડલા, મોટા ઉજળાના શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.