કોરોનાને પગલે અંબાજી મંદિરમાં ભક્તોના પ્રવેશ પર લાગ્યો પ્રતિબંધ

રાજ્યમાંથી કોરોના કહેર ખતમ થવાનું નામ નથી લઇ રહૃાો એવામાં યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ કરાતા મંદિરને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોના સંક્રમણને લઇને અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમનો મેળો મોકુફ રખાયો છે. જેના કારણે અંબાજી મંદિર પણ મેળાના ૪ દિવસ પહેલાથી એટલે કે આજથી (૨૪ ઓગસ્ટ) દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પુનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહૃાા છે અને કોરોનાની મહામારીનુ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ વખતે આગામી ૨૭મી ઓગસ્ટથી યોજાનાર ભાદરવી પૂનમનો મેળો સરકાર દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે.
એટલુ જ નહીં અંબાજી મંદિર પણ આજથી (૨૪ ઓગસ્ટ) ૪ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે પદયાત્રીઓ સંઘ લઈ અંબાજી પહોંચી નહી શકે તેને લઈ અંબાજી મંદિર દૃેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આંબાજી આવતા ૧૪૦૦ જેટલા નેંધાયૈલા સંઘો જ્યાંથી આવે છે તે ગામમાં મુખ્ય વ્યક્તિને માતાજીની ધજા મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું છે. અંબાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા તેયાર કરાયેલી ધજાઓનું મંદિર સભા મંડપમાં રાખી સાસ્ત્રોક્ત વીધીથી બ્રાહ્મણો દ્વારા પુજાવીધી કરવામાં આવી હતી અને તમામ સંઘોનુ સંચાલન કરતું ભાદરવી પૂનમીયા સેવાસંઘના અગ્રણીઓ ઉપસ્થીત રહૃાાં હતા.
આ તમામ ધજો જે સંઘો અંબાજી પગપાળા સંઘ લઈને આવે છે તેમના વતન પહોચાડવાની જવાબદૃારી સોંપવામાં આવી હતી. આ વખતે મેળો અને મંદિર બંધ રહેતા યાત્રીકોને ઘરબેઠા નિહાળી શકાય તેવી વ્યવસ્થા સોશિયલ મીડિયાના માધ્યમ થકી કરાશે. અગાઉ ચૈત્રી પૂનમમાં આરતીનું જીવંત પ્રસારણ કરાયું હતું તેજ રીતે સોશિયલ મીડિયા દ્વારા ઘરે બેઠા માતાજીના દર્શન આરતીનો લ્હાવો આપવાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જોકે આ વખતે ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ૩૦૦ વર્ષની પદયાત્રાની પરંપરા તુટશે પણ હાલ કોરોનાની મહામારીના કારણે સરકાર દ્વારા લેવાયેલા પગલાને સંઘવીઓએ પણ આવકાર્યો હતો અને આવતા વર્ષે મેળો ફરી રંગેચંગે ભરાય તેવી પ્રાર્થના કરી હતી.