કોરોનાને પગલે સુરત એસટી બસોનું સંચાલન વધુ ૭ દિવસ બંધ રાખવા નિર્ણય

રાજ્યમાં અને ખાસ તો સુરત શહેરમાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને વાહન વ્યવહાર કમિશનર કચેરી તરફથી એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રમાણે તા. ૧૩મીથી લઈને વધુ સાત દિવસ માટે સુરત શહેરમાં એસ.ટી. બસોનું સંચાલન બંધ રહેશે. જોકે, આ દરમિયાન ખાનગી વાહનોને છૂટ આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની એક યાદૃીમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અનલોક-૧ તથા ૨ની ગાઇડલાઇન મુજબ એસ.ટી બસ તથા ખાનગી બસ સેવા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, બસોનું સેનિટાઇઝેશન,

વગેરે તકેદૃારી સાથે આખા રાજ્યમાં શરૂ કરી દેવામાં આવી છે. ઉચ્ચ કક્ષાએ થયેલી સમીક્ષા બાદ કોરોનાના સંદર્ભમાં સુરતમાં આવતી અને સુરતથી ઉપડતી તમામે એસ.ટી. બસો અને ખાનગી બસોનું સંચાનલ તા: ૨૭.૦૭.૨૦૨૦ થી ૧૨/૦૮/૨૦૨૦ સુધી બંધ કરવામાં આવ્યું હતું. જેને તા- ૧૩/૦૮/૨૦૨૦ થી વધુ સાત દિવસ માટે લંબાવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ખાનગી વાહન, ગુડ્સ પરિવહન, ટ્રેક વગેરે રાબેતા મુજબ ચાલશે.

આ સાથે રાજ્યમાં અન્ય વિસ્તારોમાં ખાનગી બસો તેમજ એસ.ટી. બસોનું સંચાલન રાબેતા મુજબ ચાલુ રહેશે. સુરતમાં કોરોનાનાં દર્દૃી સતત વધી રહૃાા છે. ગુરુવારે જિલ્લામાં વધુ ૨૩૬ દર્દૃીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની િંચતા વધી હતી. સુરતમાં ૨૫૧ જયારે ગ્રામીણ વિસ્તારમાં ૫૯ દર્દૃી સાથે કુલ દર્દૃી સંખ્યા ૧૬,૭૯૬ પર પહોંચી છે. જયારે ગુરુવારે ૫ લોકોનાં કોરોનાથી મોત સાથે મરણાંક ૭૧૫ પર પહોંચ્યો છે. આ સાથે શહેર વિસ્તારમાં દર્દૃીની સંખ્યા ૧૩,૪૩૪ જયારે ગ્રામ્ય વિસ્તાર ૩,૩૬૨ પર પહોંચી છે.