કોરોનાને પડકાર કરનારા અમરેલીના ડો.રાહુલ પંચાલની આણંદમાં અનેરી સેવા બદલ શ્રી રૂપાલાએ સન્માન કર્યુ

અમરેલી,વિશ્ર્વભરમાં કોરોનાની મહામારીમાં ડોકટરો સહિતની ટીમો રાત દિવસ જહેમત ઉઠાવી સેવા આપી રહેલ છે ત્યારે આણંદના એક સાથે 6 કોવીડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી લોકોમાં પણ ખુશીનો સંચાર થયો છેે.તેમાં આ દર્દીઓની સેવા કરનાર મુખ્ય તબીબ-“ફેફસાનાં નિષ્ણાંત – ટીમ શ્વસન” ડો.રાહુલ પંચાલ અને ડો.રૂષભ ઝણકાત અને મેડિકલ ઓફિસર ડો.જીગરની સેવાને લોકો પણ બિરદાવી રહયા છે.ટીમ શ્ર્વસનના ડોકટર રાહુલ પંચાલ મુળ અમરેલી જીલ્લાના વતની છે. તેમને પ્રોત્સાહિત કરવા કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાએ સન્માનીત કર્યા હતાં. ડો.રાહુલ પંચાલની ટીમના ડો. ૠષભ ઝનકાત પણ આણંદની જનરલ હોસ્પિટલમાં ફેફસાના નિષ્ણાંત તરીકે સેવા આપે છે. તેમની અવિરત સેવાને કારણે દર્દીઓમાં પણ ભારે પ્રશંસા થઇ રહી છે. તેમને પણ શ્રી પરશોતમભાઇ રૂપાલાએ બિરદાવ્યા હતાં.