કોરોનાને લઇ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહૃાું- ડિસેમ્બર સુધીમાં આવશે રસી

હાલે દૃેશ અને દૃુનિયા કોરોના વાયરસની મહામારી સામે લડી રહી છે અને દૃુનિયાના અનેક દૃેશો આ ઘાતક કોરોના વાયરસની દવા અને વેક્સીન શોધવામાં લાગી ગઈ છે. ભારતમાં પણ કોરોનાની રસીને લઈને રિસર્ચ ચાલી રહૃાું છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કોરોના વેક્સિનને લઈને મોટું અને મહત્વનું નિવેદન આપ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન કોરોના વેક્સીન પર મોટું નિવેદન આપ્યું. તેમણે કહૃાું કે, આ વર્ષના અંત સુધીમાં વેક્સીન આવી જશે. તેમણે કહૃાું કે, અમારી એક વેક્સીન ક્લિનિકલ ટ્રાયરના ત્રીજા તબક્કામાં છે. અમને પુરા વિશ્ર્વાસ છે કે આ વર્ષના અંત સુધીમાં એક વેક્સિન વિકસિત કરવામાં આવશે.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પરથી કહૃાું હતું કે, દૃેશના વૈજ્ઞાનિકો કોરોના વેક્સિન વિકસિત કરવામાં લાગેલા છે. ભારતમાં એક નહી, બે નહી, ત્રણ ત્રણ વેક્સિન ટેસ્ટિંગના જુદાં-જુદાં તબક્કામાં છે. વૈજ્ઞાનિકો પાસે જ્યારે લીલીઝંડી મળી જશે તો મોટા પાયે ઉત્પાદન થશે અને તેમની તૈયારપીઓ પણ સંપૂર્ણપણે તૈયાર છે.
ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ ૧૪૫૩૮ છે અને ૮૫ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા હતા. જેમાં સૌથી વધુ સુરત શહેરમાં ૧૬૬-ગ્રામ્યમાં ૭૨ એમ કુલ ૨૩૮ નવા કેસ નોંધાયા હતા. સુરતમાં હવે કોરોનનાા કુલ કેસનો આંક ૧૮૩૭૩ થયો છે. અમદાવાદ શહેરમાં ૧૫૭-ગ્રામ્યમાં ૨૨ સાથે કુલ ૧૭૯ નવા કેસ સામે આવ્યા છે. જેની સાથે જ અમદાવાદમાં હવે કોરોનાના કુલ કેસ ૩૦,૦૨૦ થયા છે.