કોરોનાને હરાવી સ્વસ્થ થયા અમિત શાહ: ટૂંક સમયમાં અપાશે રજા

ન્યુ દિલ્હી,
કોરોના વાયરસથી સાજા થયા બાદ કોવિડ કેર બાદની સારવાર માટે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ થયેલા ગૃહમંત્રી અમિત શાહ હવે સ્વસ્થ છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
ઘણા દિૃવસથી નબળા સ્વાસ્થ્યના કારણે અસ્પતાલમાં દાખલ ગૃહમંત્રી અમિત શાહ આજે સાજા થઇ ગયા છે અને હવે તેમને રજા આપવામાં આવશે. દિલ્હીની એમ્સ હોસ્પિટલ તરફથી આજે પ્રેસરિલીઝના માધ્યમ આ માહિતી આપવામાં આવી.
એમ્સ હોસ્પિટલે નિવેદન આપતાં કહૃાું કે અમિત શાહને ટૂંક જ સમયમાં રજા આપવામાં આવશે. કોરોના વાયરસને મ્હાત આપ્યા બાદૃ તેઓ ૧૮મી ઓગસ્ટે એમ્સ હોસ્પિટલમાં દાખલ થયા હતા. કોરોના વાયરસથી સાજા થયા બાદ તબીબોની સલાહ બાદ તેઓ કોવિડ કેર બાદની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા.
નોંધનીય છે કે અમિત શાહ બીજી ઓગસ્ટે કોરોના પોઝિટિવ થયા હતા જે બાદ ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં તેમણે સારવાર લીધી અને પછી વાયરસને મ્હાત આપી.