કોરોનાનો અમરેલીમાં ફુંફાડો એક દર્દીનું મોત : પાંચ નવા કેસ

અમરેલી,
શુક્રવારે અમરેલીમાં સારવાર લઇ રહેલ એક દર્દી કોરોનામુક્ત થયા હતા અને ફરી કોરોનાએ અમરેલીમાં ફુંફાડો માર્યો હોય તેમ એક દર્દીનું મોત નીપજ્યુ છે તથા પાંચ નવા કેસ નોંધાયા છે શહેરના જેશીંગપરાના 68 વર્ષના પુરૂષ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતુ બીજી તરફ 712 લોકોને વેક્સિનથી રક્ષીત કરવામાં આવ્યા હતા અમરેલીમાં હજુ પણ કોરોનાના 19 દર્દીઓ સારવાર લઇ રહયા છે.