કોરોનાનો આતંક: દૃેશમાં કુલ મૃત્યુઆંક ૧ લાખને પાર

 • છેલ્લા ૨૪ કલાકમાં ૭૯૪૭૬ નવા પોઝિટિવ કેસ, ૧૦૬૯ના મોત
 • કુલ સંક્રમિતોનો આંકડો ૬૪.૭૩ લાખને પાર, કોરોનાના નવા પોઝિટિવ કેસો કરતાં રિકવર થનારાની સંખ્યા વધી

  દૃેશમાં કોરોના વાયરસે માનવ જાત પર કરેલા વજ્રઘાતને પગલે છ મહિનાથી વધુ સયમમાં મૃત્યુઆંક એક લાખને પાર થઈ ગયો છે. કોરોના મહામારીમાં દૃેશમાં એક લાખ લોકોનો જીવદીપ બુઝાઈ ગયો છે જે અત્યંત દૃુ:ખદૃ છે. આ સાથે જ વિત્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૯,૪૭૬ નવા પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થતા કુલ કોરોના સંક્રમિતોનો આંક ૬૪,૭૩,૫૪૪ થયો છે. બીજીતરફ કોરોનાથી રિકવર થયેલા દર્દીઓનો આંકડો ૫૪ લાખને પાર જતા રિકવરી દૃર ૮૩.૮૪ થયો હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
  તાજેતરના આંકડા મુજબ વિતેલા ૨૪ કલાકમાં વધુ ૧,૦૬૯ દર્દીઓના કોરોનાથી મોત થયા હતા જેને પગલે કુલ મૃત્યુ આંક ૧,૦૦,૮૪૨ થયો હતો. દૃેશમાં હાલમાં ૯,૪૪,૯૯૬ કોરોના સક્રિય કેસો છે જે કુલ કેસ લોડના ૧૪.૬૦ ટકા હોવાનું જણાય છે. કોવિડ ૧૯ને પગલે મૃત્યુનો દર ૧.૫૬ ટકા નોંધાયો છે.
  દૃેશમાં ૭ ઓગસ્ટના ૨૦ લાખ કોરોના સંક્રમિતોનો આંકડો નોંધાયો હતો. ત્યારબાદ ૨૩ ઓગસ્ટના ૩૦ લાખ કેસ ૫ સપ્ટેમ્બરના ૪૦ લાખ કેસ થઈ ગયા હતા. ૧૬ સપ્ટેમ્બરના દૃેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક ૫૦ લાખને પાર થયો હતો અને ૨૯ સપ્ટેમ્બરના ૬૦ લાખથી વધુ દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.
  ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના ડેટા મુજબ દૃેશમાં અત્યાર સુધીમાં ૭,૭૮,૫૦,૪૦૩ કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ૨ ઓક્ટોબરના દૃેશમાં વધુ ૧૧,૩૨,૬૭૫ કોરોનાના ટેસ્ટિંગ હાથ ધરાયા હતા.
  વિતેલા ૨૪ કલાકમાં કુલ ૧,૦૬૯ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. મહારાષ્ટ્રમાં ૪૨૪ લોકોના મોત થયા હતા. કર્ણાટકમાં ૧૨૫, તમિલનાડુમાં ૬૭, ઉત્તર પ્રદૃેશ અને પશ્ર્ચિમ બંગાળમાં ૫૩-૫૩, પંજાબમાં ૫૦, દિલ્હીમાં ૩૭, મધ્ય પ્રદૃેશમાં ૩૬, આંધ્ર પ્રદૃેશમાં ૩૧ અને ગુજરાતમાં ૧૫ દર્દીઓના મોત નોંધાયા હતા.