કોરોનાનો કહેર : અમરેલીમાં બે દિવસમાં દસનાં મોત

  • રવિવારે આખો દિવસ યમરાજાએ અમરેલી ઉપર આંટા માર્યા : સાત જીવ લઇ ગયા : મોડુ નિદાન અને મોડી સારવાર જીવલેણ બની રહી છે
  • રવિવારે મતીરાળા, સીમરણ, લાઠી, અમરેલી, નવા પીપરીયા અને સાવરકુંડલાનાં બે દર્દીઓના મૃત્યું : સોમવારે અમરેલીના પ્રતાપપરા, ધારી અને કુંડલાનાં દર્દીઓના મૃત્યું
  • સોમવારે કોરોનાનાં 28 કેસ : અમરેલી શહેરમાં 13 કેસ : સાવરકુંડલામાં 4, જાફરાબાદ, બાબરામાં 2, ધારી તાલુકામાં 3 કેસ : શ્રી મનસુખભાઇ ધાનાણીનો રિપોર્ટ નેગેટીવ 

અમરેલી,
અમરેલીમાં સારવાર દરમિયાન રવિવાર તથા સોમવાર એમ બે દિવસમાં કોરોનાનાં 9 દર્દીઓના મૃત્યું નીપજ્યા હતા અને અમરેલી જિલ્લામાં કોરોનાનાં પોઝિટિવ કેસની સંખ્યા રોજિંદી 25 થી 30 વચ્ચે આવી રહી છે આજે સોમવારે 28 પોઝિટિવ કેસ નોંધાયા હતા.રવિવારે લાઠીના મતીરાળા ગામના પુરૂષ દર્દી, સાવરકુંડલાના સીમરણ ગામના બે દિવસ પહેલા જ મૃત્યુ પામેલા મહિલાના 82 વર્ષના પતિ, લાઠીના 70 વર્ષના મહિલા તથા અમરેલીના પુરૂષ દર્દી, બગસરાના નવા પીપળીયા ગામના પુરૂષ દર્દી, સાવરકુંડલાના મુસ્લિમ દર્દી તથા 46 વર્ષના બીજા દર્દી મળી કુંડલાના 2 અને કુલ સાત દર્દીના સાંજ સુધીમાં મૃત્યુ થયા હતા જ્યારે આજે સોમવારે સવારે પ્રતાપપરાના 70 વર્ષના મહિલા દર્દી અને ધારીના 53 વર્ષના મહિલા દર્દીનું મૃત્યુ થયુ હતુ અને રાત્રે સાવરકુંડલાના 65 વર્ષના દર્દીનું મૃત્યુ થયુ હતુ આ સાથે રવિ અને સોમ એમ માત્ર બે દિવસમાં જ 10 ના મોત નીપજ્યા હતા. જ્યારે અમરેલી જિલ્લામાં કોરોનાનાં 28 નવા પોઝિટિવ કેસ નોંધાતા પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1641 થઇ છે જેમાં આજના 28 કેસમાંથી અમરેલી શહેરનાં 12 અને તાલુકાનાં 2 મળી 14 કેસનો સમાવેશ થાય છે સાવરકુંડલામાં જુના ખોડી રોડ, હાથસણી રોડ તથા કરજાળામાં 2 મળી 4 કેસ આવ્યા હતા જાફરાબાદના ટીંબી અને શેલણામાં તથા ધારીના ભાડેર અને ચલાલામાં 2 કેસ આવ્યા છે લીલીયાના પીપળવા અને બગસરામાં તથા બાબરા અને કોટડાપીઠામાં કેસ નોંધાયા છે અમરેલી તાલુકાના ચિતલ અને માલવણ તથા શહેરમાં ચિતલ રોડ, મોટી હવેલી પાસે, વિદ્યાનગર, હીરા મોતી ચોક, ચક્કરગઢ રોડ, લીલીયા રોડ, રામવાડી, માણેકપરા, લાઠી રોડે 2, બ્રાહ્મણ સોસાયટી, કલાપી પાર્કનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 12 જેટલા શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે.