કોરોનામાં ભારત બીજા ક્રમે પહોંચતા બોક્સર વિજેન્દ્રએ કહૃાું- થાળી ક્યારે વગાડવાની છે

કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત દૃેશોની યાદીમાં ભારત હવે બ્રાઝિલને પાછળ રાખીને બીજા ક્રમે આવી ગયું છે. આ અંગે ભારતના ઓલિમ્પિયન બોક્સર અને સાથે સાથે એક્ટિંગ પણ કરી રહેલા બોક્સર વિજેન્દ્રે ટોણો માર્યો છે. તેણે ટ્વિટ કરીને લખ્યું છે કે નંબર બે પર પહોંચવા બદલ અભિનંદન. હવે થાળી ક્યારે વગાડવાની છે. જોકે આ કમેન્ટ માટે તેને ટ્રોલ કરવામાં આવી રહૃાો છે.
એક યુઝરે લખ્યું છે કે કોગ્રેસની ટિકિટ પર ચૂંટણી હારી ગયા બાદ તે બેબાકળો બની ગયો છે. એક યુઝરે એમ લખ્યં હતું કે તેની પાસે જે મેડલ છે તે પણ વાગી રહૃાા છે અને કહી રહૃાા છે કે અંધભક્તિ છોડી દો. થોડા સફળ થઈ જાઓ નહીંતર ટ્વિટદીઠ મળતા બે રૂપિયામાં ગુજરાન ચલાવવું પડશે. એક યુઝરે તો એટલે સુધી લખ્યું હતું કે નશાખોર લોકોને કોઈ નોકરી મળતી નથી. ચરસ અને કોકેઇન ફૂંકનારા ગમે તેટલા કલાક થાળી વગાડી લે તેમને કોઈ નોકરી મળવાની નથી. રાજમાતાના પગ ચાટતા રહો તે જ તમારી નોકરી છે.
માર્ચ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર સમગ્ર દૃેશના લોકોએ થાળી વગાડીને કોરોના વોરિયર્સને બીરદાવ્યા હતા. આજે ભારતમાં કોરોનાના ૪૧.૧૩ લાખ કેસ નોધાયા છે.