કોરોનામાં લેવાયલ ગુજ યુનિ.ની પરીક્ષા ફરીથી લેવાશે

કોરોના મહામારીના કારણે હાલ વિદ્યાર્થીઓનું ઓનલાઈન અભ્યાસક્રમો ચલાવી ભણતર ચાલું રાખવામાં આવ્યું છે. ત્યારે કોરોનામાં લેવાયેલ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાને લઈને આજે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહૃાા છે. કોરોનામાં લેવાયેલ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા ફરીથી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, કોરોનાકાળમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી, તેવા વિદ્યાર્થીઓને ફરી એકવખત ગોલ્ડન ચાન્સ ફરી રહૃાો છે, એટલે કે જેતે સમયે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા ના આપી શકનાર વિદ્યાર્થીઓને વધુ એક તક મળશે.
ગુજરાત યુનિવર્સિટીની જે તે અભ્યાસક્રમોમાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે ૨૬ ઓક્ટોબરે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં બાકી રહી ગયા છે, તેઓએ ૧૬ ઓક્ટોબરથી ફરજિયાત રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન ન કરાવનાર વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા આપી સકશે નહીં. માટે સત્વરે વિદ્યાર્થીઓએ ૧૬ ઓક્ટોબર પહેલા રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અગાઉ ગુજ. યુનિ.એ ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા યોજી હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે કોરોના સંક્રમણ વચ્ચે લેવાયેલી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ ફરી એકવાર લેવાશે. જે તે સમયે પરીક્ષા આપી ના શકેલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વધુ એક તક આપવાનો નિર્ણય તંત્રએ લીધો છે. ૨૬ ઓક્ટોબરે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાનું આયોજન કરશે. પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ ૧૬ ઓક્ટોબરથી યુનિવર્સિટીની વેબસાઈટના માધ્યમથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન ના કરાવનાર વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે નહીં.