કોરોના અંગે કાલે શું થશે, કોને શું થશે તે ભગવાન સિવાય કોઇ જાણતું નથી: નીતિન પટેલ

ગાંધીનગર,
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે. આજે પ્રથમ બેઠકમાં ૩ સરકારી વિધેયક લવાશે. કોરોના અંગે ગૃહમાં શોક પ્રસ્તાવમાં ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં પોતાનું નિવેદન આપ્યું હતું. ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોના અંગે ભગવાન સિવાય કોઈ જાણતું નથી. કાલે શું થશે, કોને શું થશે તે કોઈ જાણતું નથી. ગૃહમાં કામગીરી શરૂ થયા પહેલા રાજ્યમાં કોરોનાથી મૃત્યું પામેલા કોરોના વોરિયર્સને ગૃહમાં શ્રદ્ધાંજલિ અપાઈ હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાલ ચારેબાજુ કોરોના હાહાકાર મચાવી રહૃાો છે. કોરોના અંગે ભગવાન સિવાય કોઈ જાણતું નથી. કાલે શું થશે, કોને શું થશે તે કોઈ જાણતું નથી. કોરોના વોરીયર્સ છ મહિનાથી શબ્દ આવ્યો છે.
આરોગ્ય મંત્રી તરીકે કહુ છું, જ્યારે કોઈ હોસ્પિટલમાં જઈ શકતુ ન હતું, ત્યારે અમે હિંમતથી દર્દીઓની સેવા કરી છે. પોલીસ વિભાગના કર્મચારીઓ પણ ડોક્ટરોની સાથે જ સેવા આપી રહૃાા છે. પોતાના જીવના જોખમે કામ કર્યુ છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી જીવ ગુમાવનારા તમામ હુતાત્માઓને આદૃરથી શ્રધ્ધાંજલી પાઠવુ છું. નીતિન પટેલે જણાવ્યું કે, કોઈ વ્યક્તિનુ જીવન મુલ્ય સાથે સરખાવી શકાતુ નથી. જો કોઇ સેવા કરનાર કોરોનાથી અવસાન થાય તો તેમને ૫૦ લાખની જાહેરાત કરી હતી. નીતિન પટેલે ગૃહની કામગીરી અગાઉ શોક પ્રસ્તાવ પર તેમને આ નિવેદૃન આપ્યું હતું. કોરોનાં અંગે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં નિવેદન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વિધાનસભાના ચોમાસું સત્ર શરૂ થયા પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર તમામ મુદ્દાઓ પર વિપક્ષને જવાબ આપવા માટે સજ્જ છે.
કોંગ્રેસ પાસે હાલ કોઈ મુદ્દા નથી. તમામ મુદ્દે સરકારની કામગીરી સારી છે. સીએમે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ દૃેશના ખેડૂતોનું ભલું ઈચ્છતી નથી. ખેડૂતો દૃેશમાં ગમે ત્યાં માલ વેચી શકશે. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર હાલ શરૂ થઈ ગયું છે. નોંધનીય છે કે, હાલ કોરોના મહામારી ચારેબાજુ વિસ્તરેલી છે ત્યારે કોરોના વોરિયર્સ માટે સરકારી સંકલ્પ લાવવાની વાત ચાલી રહી છે. આ સિવાય એમએલએ -મંત્રીઓના ૩૦% પગાર કપાત વિધેયક, માધ્યમિક, ઉ.માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક, ગુજરાત માલ અને સેવા સુધારા વિધેયક લવાશે. જ્યારે બીજી બેઠકમાં ટૂંકી મુદ્દતના પ્રશ્ર્નો પર જવાબો રજૂ કરાશે. જેમાં ગૌશાળા આંદૃોલન, રસ્તા ધોવાણ, માછીમારોનો પ્રશ્ર્નોના જવાબ સરકાર આપશે. વિધાનસભાના ચોમાસું સત્રમાં કુલ ૫ દિૃવસમાં ૨૧ વિધેયક રજૂ કરવામાં આવશે.