કોરોના અંગે ખોટી જાણકારી આપતા ટ્રમ્પ કેમ્પેનનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક

ટ્વિટરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેનનું અકાઉન્ટ બોલ્ક કરી નાખ્યું છે. આરોપ છે કે તેમણે કોરોનાવાયરસ અંગે ખોટી જાણકારી આપી. આ અકાઉન્ટ પર ટ્રમ્પે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં ટ્રમ્પ કહી રહૃાા છે કે બાળકોમાં કોરોનાવાયરસ સામે લડવા માટે મજબૂત ઇમ્યૂન સિસ્ટમ છે.
ટ્વિટરે આ વીડિયો પોસ્ટને તેમની પોલિસી વિરુદ્ધ ગણાવી હટાવી દૃીધો છે. જોકે ટ્રમ્પે તેમના અકાઉન્ટ પર વીડિયોની લિક્ધ ટ્વિટ કરી છે પણ ત્યાં ટ્વિટરે કોઇ એક્શન લીધી નથી. આ પહેલા ફેસબુકે પણ ટ્રમ્પની કોવિડ-૧૯ અંગેની ખોટી જાણકારીવાળી પોસ્ટ હટાવી દૃીધી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાુ હતું કે સ્કૂલ ફરી ખુલવી જોઇએ કારણ કે બાળકોમાં કોરોનાવાયરસ સામે લડવાની મજબૂત ઇમ્યૂન સિસ્ટમ છે. તેમણે કહૃાું કે બાળકોમાં આપણાથી પણ મજબૂત ઇમ્યૂન સિસ્ટમ છે. ટ્રમ્પે કહૃાું કે કોરોનાથી અત્યાર સુધી માત્ર ન્યૂ જર્સીમાં જ એક બાળકનું મોત થયું છે. તે બાળકને ડાયાબિટીઝની બીમારી હતી. ટ્રમ્પે કહૃાું હતું કે ડાયાબિટીઝથી પીડાતા બાળકની ઇમ્યૂન સિસ્ટમ પણ ઘણી મજબૂત હોય છે.