કોરોના અનરાધાર:૨૪ કલાકમાં ૨૩ હજાર કેસ,૪૮૨ના મોત

ન્યુ દિૃલ્હી,તા.૮
કોરોના વાઇરસ હવાથી પણ ફેલાય છે એવા ૨૦૦ કરતાં વધારે વિજ્ઞાનીઓના દૃાવાને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા(ડબ્લ્યુએચઓ)ના સમર્થનના પગલે આ રોગના સક્રમણ સામે વધુ અસરકારક રણનીતિના વૈશ્ર્વિક મંથન વચ્ચે ભારતમાં કોરોનાના કેસો અનરાધાર વરસાદૃની જેમ વધી રહૃાાં હોય તેમ સતત પાંચમા દિૃવસે ૨૦ હજાર કરતાં વધારે અને છેલ્લાં ૨૪ કલાકમાં ૨૩,૧૩૫ જેટલા કેસો નોંધાયા હતા. આ સાથે વધુ ૪૮૨ લોકોના મોત થયા હતા. અનલોક-૨માં અપાયેલી વધુ છૂટછાટને કારણે કેસો વધ્યા હોવાના અનુમાન વચ્ચે જ્યાં સૌથી વધારે કેસો નોંધાયા તે મહારાષ્ટ્ર મુંબઇમાં આજે ૮ જુલાઇથી લોકડાઉનના નિયમોના પાલન સાથે હોટલ અને લોજ ખૂલ્લા મૂકાયા હતા.. જો કે રેસ્ટોરન્ટ બંધ રહેશે. જો કે એક સારી બાબત સમાન હવે કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ દિૃવસેને દિૃવસે વધી રહી છે. આ સાથે જ ભારત દૃુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દૃેશોની યાદૃીમાં રશિયાને પાછળ છોડીને ત્રીજા ક્રમાંક પર પહોંચી ગયો છે.હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું કે, હરિયાણાના ફરીદૃાબાદૃમાં પહેલી પ્લાઝ્મા બેન્ક શરૂ કરાશે.
આજે બુધવારે સવારે પૂરા થયેલા છેલ્લાં ૨૪ કલાકના આંકડા જાહેર કરવાની પરંપરા અનુસાર આજે સવારે જાહેર કરાયેલા આંકડા જોતાં દૃેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા હવે વધીને ૭ લાખ ૪૩ હજાર ૪૮૧ થઈ ગઈ છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં બુધવારે લોજ અને હોટલ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. સરકારે ૩૩% સ્ટાફ સાથે ખોલવાની મંજૂરી આપી દૃીધી છે. સાથે જ ગાઈડલાઈન્સ પણ નક્કી કરાઈ છે. જો કે, હાલ રેસ્ટોરન્ટ પર પ્રતિબંધ ચાલું રહેશે.
આંકડાકિય માહિતી જોઇએ તો કુલ કેસ વધીને ૭,૪૩,૪૮૧ થયા છે. સારવાર હેછળના સક્રિય કેસ વધીને ૨ ૨,૬૫,૬૭૦ અને સાજા થયેલા દૃર્દૃીઓની સંખ્યા વધીને ૪,૫૭,૦૫૮ થઇ છે જ્યારે મૃત્યુઆંક વધીને ૨૦,૬૫૩ પર પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં કેસ વધીને ૨,૧૭,૧૨૧,તામિલનાડુમાં કેસો વધીને ૧,૧૮,૫૯૪, દિૃલ્હીમાં ૧,૦૨,૮૩૧ અને ગુજરાતમાં ૩૭,૬૩૬ કેસો થયા છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૬૦.૮૦ ટકા સુધી પહોંચી ગયો છે. દૃેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૮૮૩ લોકો સ્વસ્થ્ય થયા છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૨૧૭૧૨૧ કેસ નોંધાયા છે જ્યારે ૯૨૫૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદૃ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૧૧૮૫૯૪ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૧૬૩૬ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદૃ દિૃલ્હીમાં ૧૦૨૮૩૧ કેસ નોંધાયા છે જ્યારે ૩૧૬૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ૩૭૬૩૮ લોકો સંક્રમણમાં આવ્યા છે ૧૯૭૯ લોકોના મોત થયા છે.
દૃરમ્યાન, વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ માન્યું છે કે, કોરોના વાયરસ હવાથી ફેલાય છે, તે શક્યતાને નકારી શકાય તેમ નથી. સંગઠને મંગળવારે જણાવ્યું કે, આ દિૃશામાં પ્રાપ્ત થયેલા પુરાવાઓને ધ્યાનમાં લીધા છે જેના આધાર પર દૃાવા કરવામાં આવી રહૃાા છે કે કોરોના વાયરસ હવાથી ફેલાય છે.
તો આ તરફ કેન્દ્ર સરકારે સંક્રમિત દૃર્દૃીઓના સારવારમાં ઉપયોગમાં લેવાતી રેમડેસિવિર દૃવાના કાળા બજારની ફરિયાદૃને ગંભીરતાથી લીધી છે. સરકારે મંગળવારે રાજ્યોને કહૃાું કે, તે હોસ્પિટલમાં યોગ્ય ભાવે રેમડેસિવિર દૃવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવે. આ સાથે જ ભારત દૃેશ દૃુનિયાભરમાં સૌથી વધારે કેસ ધરાવતા દૃેશોની યાદૃીમાં રશિયાને પાછળ છોડીને ત્રીજા ક્રમાંક પર પહોંચી ગયો છે.