કોરોના અનલોક: ભારતમાં એક સપ્તાહમાં ૧,૦૦,૦૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા

ન્યુ દિૃલ્હી,
દૃેશમાં કોરોના વાયરસનો દૃર ઘટવાને બદૃલે વધી રહૃાો છે. ડેટા મુજબ છેલ્લા સાત દિૃવસમાં કોરોનાના એક લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. એટલે કે, દૃરરોજ લગભગ ૧૪,૬૦૦ નવા કેસ સામે આવી રહૃાા છે. એક અઠવાડિયા પહેલા (૧૬ જૂન), દૃેશમાં કોવિડ -૧૯ના કુલ ૩.૫૩ લાખ કેસ હતા, જે મંગળવારે વધીને ૪.૫૫ લાખથી વધુ થયા છે. આ સાત દિૃવસ દૃરમિયાન, ૨,૫૪૧ દૃર્દૃીઓ મૃત્યુ પામ્યા છે. જે અત્યાર સુધી થયેલી કુલ મૃત્યુ (૧૪,૪૫૫)ના ૧૮% છે. બીજી તરફ મંગળવારે કોરોનાના ૧૫,૬૮૯ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ૪૬૬ દૃર્દૃીઓનાં મોત નીપજ્યાં હતાં.
એક સપ્તાહમાં ૬ દિૃવસ તો એવા પસાર થયા જેમાં નવા કેસોની સંખ્યાએ જૂના રેકોર્ડ પણ તોડી નાખ્યા હતા. દિૃલ્હીમાં મંગળવારે ૩૯૪૭ નવા કેસ નોંધાયા છે, જે કોઈપણ રાજ્યનો સૌથી મોટો એક દિૃવસનો આંકડો છે. માર્ચ પછી મંગળવાર પહેલો એવો દિૃવસ હતો જ્યારે મહારાષ્ટ્ર સિવાયના કોઈપણ રાજ્યમાંથી મહત્તમ નવા કેસ નોંધાયા હતા. મંગળવારે મહારાષ્ટ્રમાંથી ૩,૨૧૪ કેસ નોંધાયા હતા. આ સમયગાળા દૃરમિયાન રાજ્યમાં ૨૪૮ દૃર્દૃીઓનાં મોત થયા હતા, જે એક દિૃવસમાં સૌથી વધુ છે. આ પહેલા ૨૧ જૂને મહત્તમ ૧૮૬ લોકોનાં મોત થયાં હતાં. જણાવી દૃઈએ કે, મહારાષ્ટ્રમાં કોવિડ -૧૯થી ૬,૫૩૧ દૃર્દૃીઓનાં મોત નીપજ્યાં છે.
દિૃલ્હી આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા ૨૩ દિૃવસમાં કુલ કેસમાંથી ૬૯% કેસ નોંધાયા છે. એક આરોગ્ય અધિકારીએ નામ ન જણાવવાની શરતે અમારા સહયોગી અખબાર ટાઇમ્સ ઈન્ડિયાને કહૃાું કે, રોગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહૃાો છે. સરકારી એજન્સીઓ તેના નિયંત્રણ માટે તમામ શક્ય પગલાં લઈ રહી છે પરંતુ જો લોકો જાહેરમાં માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવો તો પરિસ્થિતિને કાબુમાં લેવામાં સમય વધુ સમય લાગી શકે છે.