કોરોના ઇંગ્લેન્ડના જોશ બટલરે વર્લ્ડ કપ જર્સીની કરી હરાજી, કોરોના દર્દીઓ માટે 61 લાખની મદદ

ઈંગ્લેન્ડના જોશ બટલરે કોરોના મહામારી સામે લડવા માટે તેની વર્લ્ડ કપની ફાઈનલની ટીશર્ટની હરાજી કરી હતી. વેબપોર્ટલની મદદથી યોજાયેલી હરાજીમાં બટલરની ટીશર્ટના ૬૫ હજાર પાઉન્ડ એટલે કે આશરે ૬૨ લાખથી વધુ રૃપિયા ઉપજ્યા હતા. બટલર આ રકમને કોરોનના દર્દીઓનો ઈલાજ કરી રહેલી સ્થાનિક હોસ્પિટલને દાનમાં આપી દેશે.બટલરે આ ટીશર્ટ વર્લ્ડ કપની ફાઈનલમાં પહેરી હતી. ઈંગ્લેન્ડના વિકેટકિપર બટલરે વર્લ્ડ કપની ફાઈનલની સુપર ઓવરના આખરી બોલ પર ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ગપ્ટિલને રનઆઉટ કર્યો હતો.