કોરોના કાળની બેકારીએ વડિયાના ભુખલી સાથલીના યુવાન નો ભોગ લીધો

વડિયા,કોરોના કાળ માં લોકોના ધંધા રોજગાર બંધ થતા બેકારી ભરડો લેતી હોય તેવા અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. વડિયાની ભાગોળે આવેલા ભુખલી સાંથણી ગામે બેકારી થી કંટાળી 20વર્ષીય યુવાન પ્રદીપ જેન્તીભાઇ જાદવ એ ગળે ફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતુ. ગળા ફાસો ખાધેલી હાલત માં જોવા મળતા તેમને વડિયા સીએચસી ખાતે પોસમોટમ માટે લાવવા માં આવ્યો હતો. કોરોના કાળ માં આશાસ્પદ યુવાનો ને રોજગારી ના મળતા હતાશ થઇ પોતાનું જીવન ટૂંકાવવા મજબુર બનતા હોય તેવું લાગી રહ્યુ છે.