કોરોના કાળમાં ઓનલાઈન ભણતરની સુવિધા વગરના ૩૫ વિદ્યાર્થીઓને ઘરે જઈ અપાતું શિક્ષણ

પાદરા તાલુકાના નરસિહ પૂરાના ધોરી વગાની પ્રાથમિક શાળામાં કોરોનાના કહેરમાં લોક ડાઉન વચ્ચે ઓન લાઇન અભ્યાસ કરાવવામાં આવે છે. ઘરે ગયા પછી બપોર બાદ ફરી બાકીના વિષયો ઓન લાઇન અભ્યાસ કરાવવામાં આવે છે. જે બાળકોને ત્યાં કોઈ સુવિધા નથી ત્યાં જાતે શિક્ષકો ટીમ બનાવીને અભ્યાસ કરાવવા જાય છે. જે બાળકો માટે શિક્ષકો તન મન ધનથી બાળકોના શ્રેષ્ઠ કારકિર્દૃી માટે સતત પ્રયત્ન શિલ છે. જે હાલના સમયમાં આશ્ર્ચર્ય પમાડે છે. લોકડાઉન અને કોરોના કહેર વચ્ચે પાદરા તાલુકાના નરસિહ પુરાની ધોરીવગા પ્રાથમિક સરકારી સાળાને જોયા પછી લોકોની વાતો વાહિયાત લાગે છે.
જાણે આ સાળા ખાનગી સાળાને પણ ટક્કર મારે તેવું વાતાવરણ, વ્યવસ્થા, સંસ્કાર, શિક્ષણ, વિદ્યાર્થીઓની ગ્રહણ શક્તિ, તેમની પાછળ શિક્ષકોની મહેનત કામ કરી રહી છે. આ સાળામાં આશરે ૩૨૧ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં કન્યાઓ પણ છે. ધોરણ ૧થી ૮માં ગુણોત્સવ દરમ્યાન એ ગ્રેડ મળેલ છે. હાલમાં લોક ડાઉનમાં ૩૫ બાળકો પાસે ઓન લાઇન અભ્યાસ માટે કોઈ વ્યવસ્થા નથી. તેવા બાળકોની ખાસ કાળજી માટે શિક્ષકોની ધોરણ પ્રમાણે ટીમ બનાવી છે. જે તે વિસ્તારોમાં જઈને બાળકોને ભણાવાય છે. તેના કારણે વાલીઓમાં ભારે આનંદ છે. આ શાળાના ૧૫ વિદ્યાર્થીઓને વર્ષે ૪૮૦૦૦ ની સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિષ્યવૃત્તિ મળે છે. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી ૧૦ બાળકોને પસંદ કરાય છે. ચાલુ વર્ષે સાળાના શિક્ષક ઇન્દ્રજીત સિસોદિયાને બેસ્ટ શિક્ષકનો એવોર્ડ પણ મળેલ છે.
ગામડાના બાળકોને યોગ્ય મહેનત કરાવવામાં આવે તો કેવું સુંદર પરિણામ મળે છે. તેનો ઉત્તમ ઉદૃાહરણ ધોરી વગા પ્રાથમિક શાળા છે. આ શાળાના બાળકોને ૧૦ અને ૧૧ ધોરણમાં પ્રવેશ માટે કેટલીક સાડાના સંચાલકો લેવા માટે સ્પર્ધા કરતા હોય છે. આ શાળાની વિદ્યાર્થીની તાજેતરમાં મુખ્ય મંત્રી સાથે વિડિયો કોન્ફરન્સનમાં ભાગ લીધો હતો અને વોટર હાર્ડ વેસ્ટિંગમાં ઇંગલિશમાં પ્રવચન આપ્યું હતુ. આમ ખાનગી શાળાઓ તગડી ફી લીધા પછી પણ આવું પરિણામ નથી આપતા જે ઘોરી વગાની પ્રાથમિક શાળાના આચાર્ય દિલીપ સિહ પઢિયારના સંપૂર્ણ માર્ગદર્શનમાં શિક્ષકો સખત મહેનત કરીને વિદ્યાર્થીઓમાં શિક્ષણની ભૂખ ઉઘાડી રહૃાા છે અને બાળકો પરિણામ આપી રહૃાા છે.