કોરોના કાળમાં જીવના જોખમે કામગીરી કરનારા આશાવર્કરોએ આવેદન આપ્યું

  • આશાવર્કરોની વિવિધ માંગણી મુદ્દે રાજુલા પ્રાંત કચેરી ખાતે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ભારે આક્રોશ વ્યક્ત કરી આવેદનપત્ર આપ્યું

રાજુલા,
ગુજરાત ભર મા આશાવર્કર યુનિયન દ્વારા નિર્ણય કરાયો છે ગુજરાત સરકાર નુ બજેટ ફેબ્રુઆરી મહિના મા વિધાન સભા મા રજૂ થવા નુ છે તે પહેલા આશા વર્કર અને આશા ફેસિલેટેર ની માંગણી બાબતે ઠેર ઠેર આવેદનપત્ર અપાય રહ્યા છે કોરોના કાળ ના સમય દરમ્યાન ગ્રામીણ વિસ્તાર મા આશા વર્કરો દ્વારા જીવ ના જોખમે કામગીરી કરી હોવાના કારણે હવે તેમની માંગણી છે દરોજ ના 300 રૂ.સાથે અથવા તો ફિક્સ પગાર મા રાજ્ય સરકાર લે અને નવા ડ્રેસ આપે જેથી ફિલ્ડ માં સારી રીતે કામગીરી કરી શકે હાલ મા શરમ જનક બાબત તો એ છે આ આશાવર્કરો ના ડ્રેસ ફાટી ચુક્યા છે છતા નવા ડ્રેસ પણ અપાયા નથી જો ખાનગી ડ્રેસ મા જાય તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને યુનિફોમે ડ્રેસ પહેરવા માટે ની સૂચના આપે છે અને યુનિફોમ ડ્રેસ નવા આપતા નથી ત્યારે આજે રાજુલા તાલુકા ના 70 થી વધુ આશાવર્કરો દ્વારા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી રોષ સાથે રજુઆત કરી હતી આવતા દિવસો મા માંગણી નહિ સંતોષાય તો ઉગ્ર આંદોલન ગાંધીનગર સુધી પોહચે તેવી પ્રબળ શકયતા મનાય રહી છે.