કોરોના કાળમાં ટેક્નોલોજીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી: મોદી

  • વ્યપાર સ્તર સાથે લોકોના જીવન સ્તરમાં પણ બદલાવ આવશે,ગ્લોબલાઇજેશન સાથે આત્મનિર્ભરતા જરૂરી,બીપીઓમાં પરિવર્તન માટે યુવાનો માટે વધુ તકો

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારએ આઇઆઇટી દિલ્હીના ૫૧મા દીક્ષાંત સમારોહમાં ભાગ લીધો. પીએઅમ મોદી સમારોહમાં વર્ચુઅલ રીતે સામેલ થયા અને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહૃાું કે કોરોનાકાળમાં ટેક્નોલોજીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

પીએમ મોદીએ કહૃાું કે ’કોરોનાકાળમાં ઘણા બધા ફેરફાર થયા છે. આ સંકટકાળમાં આપણે નવી વિચારસણીની જરૂર છે. કોરોનાકાળ બાદ દુનિયા અલગ થવા જઇ રહી છે અને તેમાં ટેક્નોલોજીની મોટી ભૂમિકા હશે. વિદ્યાર્થીઓ પાસે આજે ટેક્નોલોજી શીખવાની તક છે. કૃષિ અને સ્પેસ ક્ષેત્રમાં પણ નવી સંભાવનાઓ સામે આવી રહી છે. તેનો હેતુ સમાજને આગળ લઇ જવા અને તેની ભલાઇ થવી જોઇએ.

સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં કહૃાું કે ’કોવિડ ૧૯એ દુનિયાને એક વધુ એક વાત શિખવાડી દીધી છે. ગ્લોબલાઇજેશન મહત્વપૂર્ણ છે. પરંતુ તેની સાથે-સાથે આત્મનિર્ભરતા પણ એટલી જ જરૂરી છે. આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતા માટે આ ખૂબ મોટી તાકાત છે.

સંબોધનમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહૃાું કે ’તમે જ્યારે અહીંથી જશો તો તમારે પણ નવા મંત્રને લઇને કામ કરવું પડશે. તમે અહીંથી જશો તો તમારો એક મંત્ર હોવો જોઇએ- ફોસ ઓન ક્વોલિટી, નેવર કોમ્પ્રોમાઇઝ, ઇંશ્યોર સ્કેલેબિલિટી મેક યોર ઇનોવેશન વર્ક એટ એ માસ સ્કેલ,  ઇંશ્યોર રિયાબિલિટી, બિલ્ટ લોન્ગ  ટર્મ ટ્રસ્ટ ઇન ધ માર્કેટ, બ્રિગ ઇન એડાપ્ટેબિલિટી, બી ઓપન ટૂ ચેંજ એન્ડ એક્સપેક્ટ અનર્ટેનિટી વે ઓફ લાઇફ.’ તેમણે કહૃાું કે જો તમે આ મૂલમંત્રો પર કામ કરશો તો તેની ચમક બ્રાંડ ઇન્ડીયામાં પણ છલકાશે.

પીએમ મોદીએ કહૃાું કે ’બે દિવસ પહેલાં જ બીપીઓ સેક્ટરના વ્યાપાર કરવામાં સરળતા માટે પણ એક મોટું રિફોર્મ કરવામાં આવ્યું છે. એવી જોગવાઇ, જે ટેક ઇંડસ્ટ્રીને વર્ક ફ્રોમ હોમ અથવા પછી ગમે ત્યાં કામ કરવા જેવી સુવિધાઓથી રોકી શકતા હતા, તેમને પણ દૂર કરવામાં આવી છે. આ દેશના આઇટી સેક્ટરને વિશ્ર્વ સ્તરપર પ્રતિયોગી બનાવશે અને તમારા જેવા યુવા પ્રતિભાઓને વધુ તકો આપશે.