કોરોના કાળમાં થેલેસેમિયા પીડિતો માટે રાજકોટ કલેકટરે કરી વિશેષ વ્યવસ્થા

થેલેસેમિયા પીડિત દર્દીને નિયમિત સમયાંતરે લોહી ચડાવવું પડતું હોય છે. પ્રવર્તમાન સમયમાં કોવિડ-૧૯ મહામારીના પગલે સંક્રમણના ભયના કારણે થેલેસેમિયા પીડીત દર્દીઓને લોહી ચડાવવાની સારવાર આપવાની સવલત અનેક સેવાકીય હોસ્પિટલ દ્વારા બંધ કરવામાં આવી હતી. જેના લીધે અનેક દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડતી હતી. પરંતુ આ સારવાર સામાન્ય લોકોને આર્થિક રીતે પરવડે તેમ ન હોવાથી, કલેક્ટર રેમ્યા મોહનની સૂચનાથી રાજકોટ જિલ્લાના થેલેસેમિયા પીડિત દર્દીઓને લોહી ચડાવવા માટે સિવિલ હોસ્પિટલમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વિવેકાનંદ યુથ ક્લબના સભ્ય ડો. રવિ ધાનાણી પોતે થેલેસેમિયા મેજર પેશન્ટ છે. રાજકોટમાં જિલ્લામાં ૫૦૦થી ૭૦૦ જેટલા થેલેસેમિયાથી પીડિત બાળકો છે. આ બાળકોને મહિનામાં બે-ત્રણ વાર લોહી ચડાવવું પડતું હોય છે.
ત્યારે કોરોના મહામારીમાં સંક્રમણના ભય લીધે અનેક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં લોહી ચડાવવાની સારવાર બંધ કરવામાં આવી હતી. જેથી ગરીબ-મધ્યમ વર્ગના પરિવારને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પરવડતી નહી. આ સ્થિતિમાં કલેક્ટર રેમ્યા મોહનને થેલેસિમિયા પીડિત બાળકો માટે સંવેદના દાખવી સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેને ગ્રાહૃા રાખી જિલ્લાના તમામ થેલેસિમયાથી પીડિત બાળકો માટે લોહી ચડાવવાની વ્યવસ્થા કરવામા આવી છે. કલેક્ટર રેમ્યા મોહનના આ નિર્ણયથી બાળકોના વાલીઓમાં આનંદ વ્યાપી ગયો છે. બાળરોગ નિષ્ણાંત ડો. મયુર કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં દરરોજ થેલેસેમિયા પીડિત ૨૦થી ૩૦ બાળકોને લોહી ચવાવવામાં આવે છે.
બ્લડ ટ્રાન્સયુઝનમાં ૪થી ૫ કલાક જેટલો સમય લાગે છે. આ દરમિયાન સામાન્ય રીતે કોઈ તકલીફ તો પડતી નથી. તેમ છતાં આ પ્રક્રિયા દરમિયાન બાળકોની સતત દેખરેખ રાખવામાં આવે છે. થેલેસેમિયાના દર્દી જાનકી વાઘેલા કહે છે કે, હું અને મારો ભાઈ બન્ને નિયમિત રીતે લોહી ચડાવવાની સારવાર મેળવી છીએ. અહીંયા ડોક્ટર્સ અને નર્સ એક વાલીની જેમ અમારી કાળજી રાખે છે. સારવાર દરમિયાન કોઈ જરૂરિયાત કે તકલીફ હોય તો ત્વરિત નિરાકરણ લાવે છે. તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. કોરોના કારણે પરેશાન થતા બાળકો માટે કલકેટર દ્વારા ઉભી કરવામાં આવેલી તાત્કાલિક સગવડ થેલેસેમિયા બાળકો ના પરિવાર માં જીવ આવી ગયો હતી છેલ્લા કેટલા સમય થી લોહી ચડાવવા નેલઈને પરિવાર ચિંતામાં મુકાયા હતા.