કોરોના કાળમાં દેશ વધારે તાકાતવર બન્યો: મોદી

  • વડાપ્રધાને ૧૬મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને સંબોધિત કર્યું
  • ભારતીય લોકશાહી સૌથી વધુ જીવંત છેદુનિયા ફક્ત ભારતની વેક્સિનની જ રાહ નથી જોઈ રહૃાું, આપણા વેક્સિનેશન કાર્યક્રમ પર પણ દુનિયાની નજર

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને સંબોધિત કરતાં કહૃાું કે આજે નવી પેઢી ભલે મૂળિયાથી દૂર થઇ ગઇ હોય, પરંતુ તેમનો લગાવ ભારત સાથે વધ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહૃાું કે આ વખતે કોરોના કાળમાં ભારતના લોકોએ શાનદાર કામ કર્યું છે અને આ લોકો આસપાસના લોકો પ્રત્યે મદદરૂપ દેખાયા. આ દરમ્યા ભારતના લોકો એ સેવા ભાવનો પરિચય કરાવ્યો છે. આપને જણાવી દઇએ કે આ વખતે પ્રવાસી ભારતીય દિવસનો વિષય આત્મનિર્ભર ભારત છે.

પ્રધાનમંત્રીએ કહૃાું કે દુનિયા સાક્ષી છે કે જ્યારે પણ ભારતના સામર્થ્ય પર પ્રશ્ર્ન કરાયા ત્યારે દર વખતે ભારતીયોએ તેમને ખોટા સાબિત કર્યા છે. જ્યારે ભારત પરાધીન હતું તો યુરોપમાં લોકો કહેતા હતા કે ભારત આઝાદ થઇ શકશે નહીં પરંતુ ભારતીયોએ તેને ખોટું સાબિત કરી દીધું. જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે પશ્ર્ચિમના લોકો કહેતા કે આટલો ગરીબ દેશ એક સાથે રહી શકશે નહીં, અહીં લોકશાહીનો પ્રયોગ સફળ થશે નહીં, પરંતુ ભારતે તેને ખોટું સાબિત કરી દીધું. પીએમ મોદીએ ડાયસ્પોરાને કહૃાું કે આજે ભારતની લોકશાહી સૌથી સફળ છે, સૌથી જીવંત છે. પીએમ મોદીએ કહૃાું કે આજે ભારતની લોકશાહી વિશ્વમાં એક ઉદાહરણ બની ગયું છે.

વડાપ્રધાન મોદીએ કહૃાું કે ભારતે શાંતિનો સમય હોય કે સંઘર્ષનો ભારત નિશ્ર્ચિતપણે મુકાબલો કર્યો છે. પીએમએ કહૃાું કે વીતેલા વર્ષોમાં પ્રવાસી ભારતીયોએ દરેક ક્ષેત્રે પોતાની ઓળખ મજબૂત કરી છે. વિવિધ દેશોના પ્રમુખો જણાવે છે કે કેવી રીતે ત્યાં વસતા પ્રવાસી ભારતીયોએ મુશ્કેલ સમયમાં કેટલું મહાન કામ કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહૃાું કે દરેક જણ આજે ભારતની રસીની રાહ જોઈ રહૃાું છે. વડાપ્રધાને કહૃાું કે ભારતની તાકાતનો લાભ દરેકને મળે છે, વડાપ્રધાને કહૃાું કે દેશમાં બનાવવામાં આવેલી બે રસીથી ભારત માનવતાના હિતમાં કામ કરવા તૈયાર છે. પીએમએ કહૃાું કે કોવિડના સમયમાં કેટલીય નવી ટેક સ્ટાર્ટઅપ્સ ભારતમાંથી જ નીકળીને આવ્યા છે. ભારતે ફરી એક વખત પોતાના સામર્થ્યનો પરચિય કરાવી દીધો છે.

ભારતના નિર્માણમાં પ્રવાસી ભારતીયોના યોગદાનને યાદ કરતાં તેમણે કહૃાું કે, જો આખી દુનિયાને ભારતમાં આટલો વિશ્વાસ છે તો તમે પણ પ્રવાસી ભારતીય છો. પીએમએ કહૃાું કે તમે જ્યાં ગયા ત્યાં તમે ભારતીયતાને ફેલાવી છે. પીએમએ કહૃાું કે ભારત સરકાર દરેક ક્ષણ, દરેક સમયે તમારી સાથે ઉભું છે. કોરોના કાળમાં વંદે ભારત મિશન હેઠળ ૪૫ લાખ ભારતીયોને સહાય કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીએ કહૃાું કે અહીંથી હવે આપણે આઝાદીના ૭૫માં વર્ષ તરફ આગળ વધી રહૃાા છીએ. મારી વિનંતી છે કે સ્વતંત્રતા ચળવળમાં ભાગ લેનારા પ્રવાસી ભારતીયોની જીવનગાથાથી સંપૂર્ણ પરિચય માટે ડિજિટલ પોર્ટલ બનાવવામાં આવવું જોઈએ, તે આપણી આવનારી પેઢીઓને પ્રેરિત કરશે.

આત્મનિર્ભર ભારત વિશે વાત કરતા પીએમ મોદીએ ડાયસ્પોરા ભારતીયોને સંબોધન કરતા કહૃાું હતું કે તમે વિશ્વની જરૂરિયાતોને પહોંચી વળવા ગુણવત્તાયુક્ત અને સસ્તું સમાધાન આપી શકો છો અને ભારતમાંથી ગરીબ દેશોને લાભ પહોંચાડી શકો છો. આપને જણાવી દઇએ કે આ વખતે પ્રવાસી ભારતીય સંમેલનની થીમ આત્મનિર્ભર ભારત જ છે. ઉદ્ઘાટન સત્ર દરમિયાન સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીએ મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.