કોરોના કેર: ગાંધીનગર અક્ષરધામ મંદિર ૩૦ નવેમ્બર સુધી બંધ રહેશે

ગાંધીનગર,
રાજ્યમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહૃાો છે. ત્યારે ગાંધીનગરનું અક્ષરધામ મંદિર ૩૦ નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ અમદાવાદ માં કરયૂ નાખતા જ અક્ષરધામ મંદિર બંધ કરવામાં આવ્યું હતું. જો કે, આજથી અક્ષરધામ મંદિર શરૂ કરવામાં આવનાર હતું પરંતુ હવે ૩૦ નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ૧ હજારથી વધુ કોરોના કેસ નોંધાઈ રહૃાાં છે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ માં ૫૭ કલાકનું કરયૂ તેમજ અન્ય ત્રણ મહાનગરોમાં રાત્રી કરયૂ જાહેર કર્યું હતું. અમદાવાદ માં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ૨૦ નવેમ્બર રાતે ૯ વાગ્યાથી ૨૩ નવેમ્બર સવારે ૬ વાગ્યા સુધી કરયૂ જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઇને ગાંધીનગર અક્ષરધામ મંદિર દ્વારા દર્શનાર્થીઓની સલામતી જળવાય એ હેતુથી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
કોરોના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિને લક્ષ્યમાં લેતા અને સરકારશ્રીએ લીધેલ સાવચેતીના પગલાને જોતા ગાંધીનગર સ્થિત અક્ષરધામ તા. ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે.