કોરોના કેર: વડાપ્રધાન મોદી શુક્રવારે સર્વપક્ષીય બેઠક કરશે

  • મોદીએ વેક્સીન કંપનીઓને કહૃાું- લોકોને સરળ શબ્દૃોમાં સમજાવો

 

દેશમાં કોરોના વાયરસ સંક્રમણની હાલની સ્થિતિને ધ્યાને લઈ બચાવના ઉપાયો પર ચર્ચા અને રણનીતિ તૈયાર કરવાને લઈ કેન્દ્ર સરકારે ૪ ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સવારે ૧૦:૩૦ વાગ્યે શરૂ થશે. આ ઓનલાઇન બેઠકમાં લોકસભા અને રાજ્યસભાન લોર લીડર્સને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસથી ૯૪ લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ભારતમાં ૩૮.૭૭૨ કોરોના સંક્રમિત સામે આવ્યા છે. આ દરમિયાન ૪૪૩ દર્દીનાં મોત થયા છે, જ્યારે ૪૫,૧૫૨ લોકો સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોના મહામારીથી ૧.૩૭ લાખ દર્દીઓનાં મોત થયા છે.

તેની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-૧૯ વેક્સીનને વિકસિત કરી રહેલી અને તેનું પ્રોડક્શન કરી રહેલી ત્રણ ટીમોની સાથે સોમવારે એક ઓનલાઇન બેઠક પણ કરી. વડાપ્રધાને કંપનીઓને ભલામણ કરી કે તેઓ લોકોને કોરોના વેક્સીનના પ્રભાવી થયા સહિત તેના સાથે જોડાયેલા અન્ય મામલાઓની સરળ ભાષામાં માહિતગર કરવા માટે વધારાના પ્રયાસ કરે.ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે અમદાવાદ, હૈદરાબાદ અને પુણેનો પ્રવાસ કર્યો હતો. તેઓએ આ શહેરોમાં કોરોના વાયરસની વેક્સીનના વિકાસની પ્રક્રિયાની સમીક્ષા કરી હતી.