કોરોના કેસોને લઇને વાલીઓ, વિદ્યાર્થીઓની તથા શિક્ષણ જગતમાં પણ ચિંતાનું મોજું

  • જે બાળકો સંક્રમિત થાય તેમને સારવારની વ્યવસ્થા કરાઇ છે: શિક્ષણમંત્રી

ગાંધીનગર,

કોરોના વાયરસના કેસો ઓછા થતા રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું હતું. આ બાદ તબક્કાવાર અન્ય ધોરણના ક્લાસ શરૂ થયા. જોકે મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થયા બાદ રાજ્યના અલગ-અલગ શહેરો અને જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહૃાો છે. જેને લઇને વાલીઓ, વિદ્યાર્થીઓની તથા શિક્ષણ જગતમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે પહેલીવાર શિક્ષણ મંત્રી તરફથી શાળામાં કોરોનાનું સંક્રમણ ફેલાવવા બાબતે એસઓપીનું ચૂસ્ત પાલન કરાવવા તથા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કોરોના થવા પર તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરાવી કરાઈ હોવાનું જણાવ્યું હતું. શિક્ષણ મંત્રીએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહૃાું કે, સ્કૂલોમાં કોરોનાના કેસ મળી આવતા શિક્ષણ વિભાગ સક્રિય થયું છે અને સ્કૂલોમાં કરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે કોવિડ સંદર્ભેની એસઓપીનું ચુસ્ત પાલન થાય તે માટે આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ જે બાળકો અને શિક્ષકો સંક્રમિત થયા તેમને તાત્કાલિક સારવાર મળે તેવી વ્યવસ્થા કરાવામાં આવી રહી છે. ઉપરાંત ભવિષ્યમાં કોરોના સંક્રમણ ન ફેલાય, તે માટે શિક્ષણ અને આરોગ્ય વિભાગ સંકલનમાં હોવાનો દૃાવો તેમણે કર્યો અને સંક્રમણ શૂન્ય થાય તેવા પ્રયાસ કરી રહૃાા હોવાનું જણાવ્યું હતું.